સુરતમાં મળસ્કે જર્જરિત બે મકાન ધરાશાયી થતાં 3 ટુ વ્હિલર અને એક કારનો વળ્યો કડૂસલો
સુરતમાં છેલ્લા ચાર દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. તે

સુરતમાં છેલ્લા ચાર દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પોચી પડતાં જર્જરિત મકાનો તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે હરિપુરામાં આવેલા ભવાની વડ હનુમાન શેરીમાં બે મકાનો ધરાશાયી થયા હતાં. જેમાં વાહનોનો કડૂસલો વળ્યો હતો. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
લોકોમાં ભયનો માહોલ
ભવાની વડ હનુમાન શેરીમાં આવેલા જર્જરિત મકાન હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું. ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતો હતો. જેને મકાન ધરાશાયી થતાં ઈજા પહોંચી હતી. જ્યારે ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનમાં ઘરનો સામાન હતો. જે નાશ પામ્યો હતો. મકાન ધડાકાભેર ધરાશાયી થયા હોવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો.
અલગ અલગ વ્યક્તિના નામે મકાન હતા
ફાયરબ્રિગેડ દ્વારા કહેવાયું કે, સવારે 3.53 વાગ્યે કોલ મળ્યો હતો. હરિપુરામાં મકાન ધરાશાયી થયા હતાં. ગ્રાઉન્ડ પ્લસ પાંચ અને ગ્રાઉન્ડ પ્લસ એક માળના એમ બે મકાન હતાં. ગ્રાઉન્ડ પ્લસ માળના મકાનમાં ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો. રિષિત રાજેશ ડોક્ટર પાછળના ભાગમાં વિનિત રાજેશ ડોક્ટર બે ભાઈનું મકાન હતું. પાંચ માળના મકાનમાં કોઈ રહેતું નહી. ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા તેમને માથાના ભાગે તથા હાથ પગે ઉજરડા થયાં હતાં. પાંચ ભાગીદાર હતાં. અરવિંદ શાહ, ગણેશ પ્રજાપતિ, ભરત શાહ, ભીખા શાહ, સુમેરાન અનાજવાલા એક ફોર વ્હિલર અને બાઈકને નુકસાન થયું હતું.બે એક્ટિવા મોપેડનો કૂડચો વળી ગયો હતો.








