અંધશ્રદ્ધાએ લીધો કુમળા ફૂલનો ભોગ, ભુવાએ ડામ આપ્યા હતા એ 3 મહિનાનીનું બાળકીનું થયું મોત
સુરેન્દ્રનગરમાં જોરાવરનગરમાં ગઈકાલે 18 એપ્રિલે અંધશ્રદ્ધાની હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી.

સુરેન્દ્રનગરમાં જોરાવરનગરમાં ગઈકાલે 18 એપ્રિલે અંધશ્રદ્ધાની હૈયું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી. શ્રમિક પરિવારની 3 મહિનાની બીમાર બાળકીને ભુવાએ અગરબત્તીના ડામ આપ્યા હતા. આ બાળકીની તબિયત લથડતા પહેલા સુરેન્દ્રનગર અને બાદમાં રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે સારવાર દરમિયાન આ કુમળા ફૂલ જેવી 3 3 મહિનાનીનું બાળકીનું મોત થયું છે.
જોરાવનગર પોલીસ રાજકોટ જવા માટે રવાના
3 મહિનાની આ બાળકીનું રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. જોકે આ મુદ્દે હજુ સુધી પોલીસ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ભુવા સામે કાર્યવાહી કરવામાં આવી નથી. જોરાવનગર પોલીસ રાજકોટ જવા માટે રવાના થઈ છે. શક્યતા છે કે બાળકીના મેડિકલ રિપોર્ટ સામે આવ્યાં બાદ પોલીસ કોઈ મોટી કાર્યવાહી કરશે.
ભુવાએ બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ અગરબત્તીના ડામ દીધા
જોરાવરનગરમાં રહેતો આ પરિવાર ખેત મજૂરી કરે છે અને રેલવે ફાટક પાસે ઝૂંપડપટ્ટીમાં રહે છે. બાળકીનો પરિવાર માતાજી અને ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા રાખે છે. અહીં ઝૂંપડપટ્ટીમાં એક ભુવો રહે છે, તેના સંપર્કમાં પણ આ પરિવાર રહેતો હતો. બાળકી બીમાર પડી હતી. તાવ, શરદી રહેતા હતા. પરિવારે પ્રાથમિક સારવાર કરાવી હશે. પણ પરિવારને શું સુજ્યું કે, 3 માસની બાળાને ભુવા પાસે લઈ ગયા અહીં ભુવાને હવાલે બાળકીને કરી દીધી. ભુવાએ બાળકીના શરીર પર અલગ અલગ જગ્યાએ અગરબત્તીના ડામ દીધા હતા.








