મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જૂનાગઢમાં 3 શ્વાને 8 વર્ષની બાળકી પર કર્યો હુમલો, માથા અને હાથમાં ભર્યા બચકા

સુરત પછી હવે જૂનાગઢમાં શ્વાનોએ બાળકીને બચકા ભર્યા છે. રાજ્યમાં અનેક શહેરોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં 3 શ્વાને 8 વર્ષની બાળકી પર કર્યો હુમલો, માથા અને હાથમાં ભર્યા બચકા

સુરત પછી હવે જૂનાગઢમાં શ્વાનોએ બાળકીને બચકા ભર્યા છે. રાજ્યમાં અનેક શહેરોમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સુરત પછી હવે જૂનાગઢમાં શ્વાનોએ બાળકીનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. 8 વર્ષની બાળકીને 3 શ્વાને બચકા ભર્યા હતા. બાળકીને માથા અને હાથમાં ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જૂનાગઢમાં 3 શ્વાને બાળકી પર કર્યો હુમલો

જૂનાગઢ પંથકના કાથરોટા ગામમાં વાડી વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર 3 શ્વાને હુમલો કર્યો હતો અને બચકા ભર્યા હતા. બાળકી વાડી નજીકના રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે 3 શ્વાને બચકા ભર્યા હતા. બાળકીને માથાના ભાગે અને હાથમાં ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

સુરતમાં પણ શ્વાનનો જોવા મળ્યો હતો આતંક

સુરતના ડિંડોલી ખાતે સોફા પર બાળક ઉંઘતો હતો આ દરમિયાન 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. શ્વાને બાળકને સોફા પરથી નીચે પછાડી બચકા ભર્યા હતા. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેને 12 ટાંકા આવ્યા હતા.

આ સમાચાર શેર કરો