મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ: મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં ફસાયેલા પુત્રને બચાવવા ગયેલા પિતા સહિત ત્રણના મોત

ભુજના ધાણેટીમાં ચાલતા મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં આવી જતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતા પો

કચ્છ: મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં ફસાયેલા પુત્રને બચાવવા ગયેલા પિતા સહિત ત્રણના મોત

ભુજના ધાણેટીમાં ચાલતા મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં આવી જતા પિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કચ્છ જિલ્લાના ભુજના ધાણેટીમાં આવેલી હરિ મિનરલ્સમાં શનિવારે કંપનીના માલિકનો પુત્ર હોફર મશીનમાં ફસાઈ ગયો હતો. પરિણામે જેને બચાવવા ગયેલા પિતા અને તેના એક ભાગીદાર સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા છે. 

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અકસ્માતે મોતની ઘટના અંગે પધ્ધર પોલીસે પ્રાથમિક વિગતોના આધારે તપાસ હાથ ધરી છે.

મતૃકોના નામ

અક્ષર ચામરીયા( વર્ષ-10)- પુત્ર
ગોવિંદ ચામરીયા(વર્ષ- 45)-પિતા 
પ્રકાશ વગાણી(વર્ષ- 32) ભાગીદાર  

આ સમાચાર શેર કરો