મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બારડોલી નજીક ધુલિયા હાઈ-વે પર ટમેટાં ભરેલો ટેમ્પો પલટ્યો, કેરેટ નીચે દબાતાં 3નાં મોત, 7ને ઈજા

સુરત જિલ્લાના બારડોલી નજીકથી પસાર થતા ધુલિયા હાઈ-વે પર કિકવાડ ગામની સીમમાં ગમખ્વાર અકસ્મ

બારડોલી નજીક ધુલિયા હાઈ-વે પર ટમેટાં ભરેલો ટેમ્પો પલટ્યો, કેરેટ નીચે દબાતાં 3નાં મોત, 7ને ઈજા

સુરત જિલ્લાના બારડોલી નજીકથી પસાર થતા ધુલિયા હાઈ-વે પર કિકવાડ ગામની સીમમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી ટમેટાં ભરીને નીકળેલો ટેમ્પો કીકવાડ ગામની સીમમાં અકસ્માત પામ્યો હતો. ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા  ટેમ્પો પલટી મારી ગયો હતો.  જેમાં ત્રણના ઘટના સ્થળે મોત થયાં હતાં. જ્યારે સાત વ્યકિતઓને ઇજા થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

કેરેટ નીચે દબાતા મોત

અકસ્માતનો હાઇવે બની ગયેલા સુરત ધુલિયા રોડ પર આજે મળસ્કે વધુ એક ગોઝારી ઘટના બની હતી. મહારાષ્ટ્રના સતારા નજીકથી ટમેટાં ભરીને એક ટેમ્પોમાં શાકભાજી વિક્રેતાઓ સુરત સરદાર માર્કેટ ખાતે નીકળ્યા હતા. એ દરમિયાન આજે મળસ્કે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાડ ગામની સીમમાંથી આ ટેમ્પો પસાર થતો હતો. ત્યારે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો.  ટેમ્પોમાં મોટા પ્રમાણમાં કેરેટમાં ટમેટાં ભરેલા હોય ટેમ્પો પલટી મારતા કુલ દસ વ્યક્તિઓ કેરેટ નીચે દબાયા હતા.

એક જ ગામના 3નાં મોત

ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય સાત જેટલા ઇજાગ્રસ્તને તાત્કાલિક બારડોલી ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે બારડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. મરનાર પૈકી પીન્ટુ પીરાજી પવાર, ભાવસા પાંડુ માળી તેમજ સોનું એકતા પાટીલ આ ત્રણ મૃતકો તેમજ અન્ય સાત જેટલા ઇજાગ્રસ્તો તમામ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સતાણા તાલુકાના ખામતાને ગામના હોવાનું સામે આવ્યું છે.

મરણ જનારનું નામ

(૧) પિન્ટુ પિરાજી પવાર ઉ.વ.આ.૪૦ રહે.ખામતાને તા. સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)
(૨) ભાવસા પાંડુ માળી ઉ.વ.આ. ૪૦ રહે.ખામતાને તા.સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)
(3) સોનુ એકતા પાટીલ ઉ.વ.આ.૩૫ રહે.ખામતાને તા. સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)

ઇજા પામનાર

(૧) તુલસીરામ ચીંતામણી સોનવણે ઉ.વ.આ.૩૫ રહે.તવાળે તા. સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)
(ર) સંતોષભાઇ ખુલજીભાઇ પવાર ઉ.વ.આ.૪૦ રહે.ખામતાને તા. સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)
(૩) બાબાજી કંકુવા પવાર ઉ.વ.આ ૩૦ રહે.ખામતાને તા. સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)
(૪) આકાશભાઇ ભરવ માળી ઉ.વ.આ.૩૦ રહે.ખામતાને તા. સટાણા જી.નાશીક (મહારાષ્ટ્ર)
(૫) ક્રિષ્ના સુરેશભાઇ પવાર ઉ.વ.આ.૧૨ રહે.ઔધાનીપાડા તા.બાગવાલ જી.નાશીક (મહારાષ્ટ્ર)
(૬) રાકેશભાઈ મંછારામ બોરસે ઉ.વ.આ. ૩૫ રહે.ઔધાનીપાડા તા.બાગવાલ જી.નાશીક (મહારાષ્ટ્ર) 
(૭)રાજેન્દ્ર દુબળા તાળીસ ઉ.વ.આ.૪૮ રહે. કેરસાન તા.સતાના જી.નાશીક (મહારાષ્ટ્ર)

આ સમાચાર શેર કરો