Surat news: 500 રૂપિયાની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનાર 3 પકડાયા; 3.84 લાખની ફેક કરન્સી જપ્ત, આ હતી મોડસ ઓપરેન્ડી
સુરતમાં 500 રૂપિયાની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનારને એક જાગૃત નાગરિક

સુરતમાં 500 રૂપિયાની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનારને એક જાગૃત નાગરિકે પકડી લેતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 3.84 લાખની નકલી નોટ જપ્ત કરી છે.
ભેસ્તાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા
પશ્ચિમ બંગાળથી સુરત સુધી ફેલાયેલું આંતરરાજ્ય ફેક કરન્સી રેકેટ લીંબાયત પોલીસે ઝડપી પાડ્યું છે. માર્કેટમાં 500 રૂપિયાની નકલી નોટ વટાવવાનો પ્રયાસ કરનારને એક જાગૃત નાગરિકે પકડી લેતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો છે. પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી 500ની કુલ 769 નકલી નોટો, કિંમત રૂ. 3.84 લાખ જપ્ત કરી છે. તપાસમાં તાર ભેસ્તાન સુધી જોડાતા ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.
આ હતી મોડસ ઓપરેન્ડી
આરોપીઓ નાની ખરીદી કરી નકલી નોટ આપી અસલી રોકડ મેળવતા હતા. શાકભાજી માર્કેટ અને પાનના ગલ્લા તેમનો મુખ્ય ટાર્ગેટ હતા. પશ્ચિમ બંગાળથી સુરત સુધી આ ફેક કરન્સીનું રેકેટ ફેલાયેલું છે. આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ, મોહમદ રાકીબ નાજીમુદ્દીન શેખ અને તાજમહાલ ઉર્ફે મિલન જયમત મંડલની ધરપકડ કરવામાં આવી છે.






