સુરતમાં કોરોના વખતે લેવાયેલી 1.20 કરોડની કિંમતની 3 એમ્બ્યુલન્સ ધૂળ ધાણી, સંભાળના અભાવે દબાઈ વેલા નીચે
કોરોના દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જેમ-જેમ કોરોના સ

કોરોના દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ જેમ-જેમ કોરોના સમાપ્ત થયો, સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે. કોરોના સમય બાદથી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે 1.20 કરોડની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે. કોરોના સમયગાળા દરમિયાન, તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો.
મૃતદેહ માટે ઉપયોગ થતો
કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા. આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી. દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે રાજ્યના આરોગ્ય વિભાગ પાસે એમ્બ્યુલન્સની માંગણી કરી હતી. આ વાતને ધ્યાનમાં રાખીને 108એ લોકોને સેવા આપતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને આપી હતી.ત્રણેય જૂની એમ્બ્યુલન્સમાં જે કંઈ ખામીઓ હતી તેને સુધારીને નવી સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. હોસ્પિટલે તેનો ઉપયોગ શબ વાહિની તરીકે કર્યો હતો. થોડા મહિના ઉપયોગ કર્યા પછી, તેમનું કામ ખતમ થઈ ગયું અને તેમને બાજુ પર મૂકી દેવામાં આવી હતી.
મેનેજમેન્ટની બેદરકારી
ત્રણેયની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે. જે હાલમાં સડી રહી છે. જો આનો ચાર વર્ષમાં દર્દીઓની સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો ઘણા દર્દીઓને મદદ મળી શકી હોત. હવે કોરોનાને ચાર વર્ષ વીતી ગયા છે. પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાના કારણે તે કથળી રહી છે.








