સુરતમાં MD ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી લેવાયા, પેડલરને ડ્રગ્સ આપનાર પણ દબોચાયો
સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ કરી છે. જૂની સબજેલ પાસેથી બે આરોપીઓ મોપેડ પર MD ડ્રગ્સ લઈ પસાર થતા હતા. આ દરમિયાન ડીસીબી ઝોન-4 પોલીસની ટીમે બાતમીના આધારે બંને આરોપીને પકડી પાડયા હતાં.
ડ્રગ્સ આપનાર પણ પકડાયો
આરોપીઓ પાસેથી પોલીસે 1.43 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ આરોપીએ સગરામપુરાના મોહમ્મદ ચાંદ પાસેથી ડ્રગ્સ ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતુ. જેથી ખટોદરા પોલીસે ડ્રગ્સ આપનાર મોહમ્મ ચાંદને પણ 3 ગ્રામ MD ડ્રગ્સ સાથે દબોચ્યો હતો. આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા 1.50 લાખનો ડ્રગ્સનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓ નાસી જાય તે પહેલા પકડાયા
પોલીસે કહ્યું કે, એક પેડલર પકડાયો હતો. જેની તપાસમાં આગળ બે ઝડપાયા હતાં. જેમાં આરોપીઓ જેની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા. તેને પણ ઝડપી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી મોબાઈલ સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓમાં મોહમ્મદ ચાંદ નશાની હાલતમાં છે. તેની તપાસ કરવામાં આવશે કે તેઓ ક્યાંથી આ ડ્રગ્સ લાવતાં હોય છે. પોલીસને જોઈને આરોપીઓ નાસવાની ફિરાકમાં હતાં. પરંતુ ચારેય તરફ પોલીસના જવાનો હોવાથી આરોઓ ઝડપાયા હતાં.








