સુરત ડાયમંડ બુર્સમાં 7 જુલાઈથી ઓફિસ શરૂ કરવા 250 વેપારીએ આપી ખાતરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લા મુકેલા ડાયમંડ બુર્સને શરૂ થવામાં ફાંફા પડી રહ્યાં છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લા મુકેલા ડાયમંડ બુર્સને શરૂ થવામાં ફાંફા પડી રહ્યાં છે. ત્યારે 7 જૂલાઈથી સુરત ડાયમંડ બુર્સને ધમધમતુ કરવા તાકીદની બેઠક મળી હતી. જેમાં જૂલાઈથી ઓફિસ શરૂ કરવા 250 વેપારીઓએ કન્ફર્મેશન આપ્યું હતું. અત્યાર સુધીમાં 1050 વેપારીઓએ ઓફિસમાં ફર્નિચર કરવાની મંજૂરી માંગી છે, જેમાંથી 450 ઓફિસોનું કામ શરૂ થઈ ગયું છે. બીજીતરફ બુર્સને કસ્ટમની તમામ પરવાનગી પણ મળી ગઈ છે.
આફિસ શરૂ થાય તેવું આયોજન
બુર્સના વાઈસ ચેરમેન લાલજી પટેલએ કહ્યું કે, વધારેમાં વધારે ઓફિસ શરૂ થાય તેવું કમિટીનું આયોજન જૂલાઈમાં મોટા પ્રમાણમાં ઓફિસો શરૂ થશે, જેની તૈયારીના ભાગરૂપે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં 250 ઓફિસ શરૂ થાય તેવો અંદાજ છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસની પરવાનગીઓ પણ આવી ગઈ છે. જૂલાઈ મહિનામાં વધારેમાં વધારે ઓફિસ શરૂ થાય તેવું સુરત ડાયમંડ બુર્સ કમિટીનું આયોજન છે.
આ મુદ્દાઓ પર ચર્ચા
1 જુલાઈએ કસ્ટમ શરૂ થાય તે માટે તમામ પરવાનગી મેળવી લેવાઈ છે. એક્સપોર્ટ કરવાની પ્રેક્ટિસ પણ કરી છે, જેથી 7 જૂલાઈથી જે ઓફિસ શરૂ થશે તેઓ બુર્સના કસ્ટમ હાઉસમાંથી જ એક્સપોર્ટ કરી શકશે.સુરત-મુંબઈ વચ્ચે હાલ ફ્લાઈટ નથી. જેથી બુર્સ કમિટીએ આ દિશામાં પણ પ્રયાસ શરૂ કર્યા છે. હાલ અલગ અલગ એરલાઈન્સ કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહી છે.મહિધરપુરા અને મિની બજારના મોટા દલાલો વહેલી તકે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ શરૂ કરે તે માટે પ્રયાસ કરાશે. આ માટે 70 મોટા દલાલોને તૈયાર કરાશે, જેથી બુર્સમાં રોજના 3થી 5 હજાર લોકોનો ફૂટફોલ શરૂ થાય એવી સંભાવના છે.








