મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત મહાનગરપાલિકાની લાલ આંખ, ઉધનામાં રોડ પર દબાણ કરનારી 23 દુકાનો કરી દેવાઈ સીલ

સુરત મહાનગરપાલિકા ઝીરો દબાણ નીતિ અંતર્ગત કામ કરી રહી છે. ત્યારે ઉધના પિયુષ પોઇન્ટ સર્કલથી હેડગેવાર ખાડી બ્રિજ

સુરત મહાનગરપાલિકાની લાલ આંખ, ઉધનામાં રોડ પર દબાણ કરનારી 23 દુકાનો કરી દેવાઈ સીલ

સુરત મહાનગરપાલિકા ઝીરો દબાણ નીતિ અંતર્ગત કામ કરી રહી છે. ત્યારે ઉધના પિયુષ પોઇન્ટ સર્કલથી હેડગેવાર ખાડી બ્રિજ સુધીમાં દુકાનદારો દ્વારા કરાતા દબાણોનો મુદ્દો સંકલનમાં ગાજ્યો હતો. ઉધના ઝોન-એ દ્વારા 23 દુકાનોને આખરે સીલ મારી દાખલો બેસાડાયો હતો. વારંવાર નોટિસ આપવા છતાં દુકાનદારો ગાંઠતા ન હતા. ઝોનની ટીમે સવારથી જ રસ્તાની બંને બાજું સર્કલ સુધી દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી. 

વહીવટી ચાર્જ લેવાશે

કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિએ કહ્યું કે, દુકાનદારો દુકાનોના બહારના ભાગે રસ્તાને લાગુ જગ્યામાં દબાણ કરતા હતા જેથી તમામ દબાણો દૂર કરાયાં હતાં. દબાણો નહીં કરવા અવાર નવાર તાકીદ તથા નોટિસ અપાઈ હતી, પરંતુ એક પણ દુકાનદારે દરકાર લીધી ન હતી તેથી એડિશનલ સિટી ઈજનેરની સૂચના બાદ 22 દુકાનોને સીલ મારી દેવાયાં હતાં. આ દુકાનદારો સામે વહીવટી ચાર્જ વસૂલી બાંયધરીપત્રક પણ લેવામાં આવશે.

બાંયધરીપત્રક લેવાશે

દુકાનોના બહારના ભાગે રસ્તાને લાગુ જગ્યામાં દબાણ કરતા હતા જેથી તમામ દબાણો દૂર કરાયાં હતાં. દબાણો નહીં કરવા અવાર નવાર તાકીદ તથા નોટિસ અપાઈ હતી, પરંતુ એક પણ દુકાનદારે દરકાર લીધી ન હતી તેથી એડિશનલ સિટી ઈજનેરની સૂચના બાદ 22 દુકાનોને સીલ મારી દેવાયાં હતાં. આ દુકાનદારો સામે વહીવટી ચાર્જ વસૂલી બાંયધરીપત્રક પણ લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો