નવસારીના ગણદેવામાં 200 વર્ષ જૂનું સ્મશાન તોડી પડાતા મોરચો, એટ્રોસિટી મુજબ પગલાં લેવા માગ
અસામાજિક તત્વો સ્મશાનને પણ ન છોડતાં હોવાનું સામે આવ્યું છે. નવસારીના ગ

અસામાજિક તત્વો સ્મશાનને પણ ન છોડતાં હોવાનું સામે આવ્યું છે. નવસારીના ગણદેવા ગામે 200 વર્ષથી જૂની આદિવાસી સમાજ દ્વારા સ્મશાનભૂમિનો ઉપયોગ થતા તે અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા ગ્રામજનો વિફર્યા હતા. કલેકટરને આવેદન આપી અસામાજીક તત્વો સામે એટ્રોસિટી મુજબનાં પગલાં લેવા જણાવ્યું હતું.
સગડી પણ તોડી નખાઈ
ગણદેવા ગામના 1445 અને 1285વાળી જમીનમાં 200 કરતા વધુ સમયથી ગામના આદિવાસી સમુદાયનાં લોકોનું સ્મશાન ચાલી આવ્યું છે. છેલ્લા 20 વર્ષથી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા અગ્નિદાહની સગડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ લોકફળાથી બેસવા, પાણીની સુવિધા અને વીજળીનું કલેક્શન પણ હતું. છેલ્લા દિવસથી ગામના અમુક તત્વો દ્વારા સ્મશાનભૂમિમાં સગડી તોડી નાંખવામાં આવી હતી.
લોકોમાં ફેલાયો રોષ
આદિવાસી સમાજના મૃતક વડીલોની સમાધિને પણ નુકસાન કરનાર તત્વો સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય અને સ્મશાનભૂમિ પુનઃ સ્થાપિત કરવા માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી યોજનાથી બનાવવામાં આવેલી કૃષ્ણપુરની સ્મશાન ભૂમિની સગડી તોડી પડાતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે ગામના લોકોએ હવે આ બાબતે ઝડપથી કાર્યવાહી થાય તે માટે બેઠકમાં ચર્ચા વિચારણા કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.








