VIDEO : સુખભાદર ડેમ ઓવરફ્લો થતા 4 દરવાજા ખોલાયા, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના 20 ગામોને કરાયા એલર્ટ
બોટાદ જિલ્લાનો સુખભાદર ડેમ 100% ભરાતા ડેમના 4 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 2589

બોટાદ જિલ્લાનો સુખભાદર ડેમ 100% ભરાતા ડેમના 4 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 2589 ક્યુસેક પાણીની આવક સામે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. સુખભાદર ડેમ ઓવરફ્લો થતા બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદના 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.
બોટાદ જિલ્લાના નાનભડલા, લિંબોડા, દેરડી, દેવળીયા, સાંગણપુર, ગધાળીયા, હાંસલપુર, કિનારા, પાટણા, રાણપુરને એલર્ટ કરાયા.
અમદાવાદ જિલ્લાના અડવાળ, ધંધુકા, ગલસાણા, ગુંજાર, જાળીયા, મોરશીયા, વાગડ, વાસણા ગામોને એલર્ટ કરાયા.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટાભડલા, ચોરવીરા ગામને પણ એલર્ટ કરાયા
રાણપુર અને ધંધુકા પંથકની જીવાદોરી સમાન સુખભાદર ડેમ 100% ભરાઈ ઓવરફ્લો થતાં ડેમના ચાર દરવાજા ખોલાતા લોકોને સતર્ક રહેવા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જુઓ ડેમનો આ વીડિયો -








