મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠામાં ડ્રાઈવરને છરી બતાવી ઈકો ગાડી પડાવનાર 2 શખ્સો ઝડપાયા

બનાસકાંઠામાં અઢી મહિના પહેલા પાલનપુર તાલુકાના ગોળા ગામ પાસે ઇકો ગાડીના ચાલકને છરી બતાવી ઈકો ગાડીની લુંટ કરીને ફરાર થ

બનાસકાંઠામાં ડ્રાઈવરને છરી બતાવી ઈકો ગાડી પડાવનાર 2 શખ્સો ઝડપાયા

બનાસકાંઠામાં અઢી મહિના પહેલા પાલનપુર તાલુકાના ગોળા ગામ પાસે ઇકો ગાડીના ચાલકને છરી બતાવી ઈકો ગાડીની લુંટ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે બે આરોપીઓને ઝડપી ઈકો ગાડી સાથે મુદામાલ રીકવર કર્યો છે.

અંબાજી પાસેથી બે ઇસમો ઇકો ગાડીમાં બેસ્યા હતા. જ્યાં તેમણે થોડે આગળ જઈ ગોળા ગામની સીમમાં પેશાબ કરવાના બહાને ઇકો ઊભી રખાવી અને ઇકો ચાલકને છરી બતાવી ગાડી લઈને નાસી છૂટ્યા હતા. જેને પગલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયો હતો.

આ પણ વાંચો : આણંદ-તારાપુર ચોકડી પર 17 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ, 4ની અટકાયત

એલસીબી પોલીસ ટીમ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી હતી. જેમાં બાતમીને આધારે અમીરગઢ પાલનપુર હાઇવે ચિત્રાસણી કટ પાસે ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીને ઝડપી લૂંટમાં ગયેલ ઇકો ગાડી તથા બે ફોન મળી કુલ રૂ. 3 લાખ 20 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

આ સમાચાર શેર કરો