મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાંથી 2 બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા, પોલીસ એલર્ટ

રાજકોટઃ રાજકોટ શહેરમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોરને પકડી પાડવામાં આવ્યા છે. રૂરલ SOG દ્વારા 2 બા

રાજકોટમાંથી 2 બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાયા, પોલીસ એલર્ટ

રાજકોટઃ રાજકોટ શહેરમાંથી બે બાંગ્લાદેશી ઘુસણખોરને પકડી પાડવામાં આવ્યા છે. રૂરલ SOG દ્વારા 2 બાંગ્લાદેશી ઘુસણખોરની ધરપકડ કરવામા આવી છે. ધરપકડ કરાયેલા બે શખ્સોના નામ સોહિલહુસેન યાકુબઅલી અને રીપોનહુસેન અમીરૂલ ઇસ્લામ છે. બંન્ને શખ્સો કોઇપણ આધારપુરાવા વગર જ રંગપરના પાટીયા નજીક આવેલી મારૂતિ સોસાયટીના બ્લોક નંબર 3માં રહેતા હતા.

મહત્ત્વનું છે કે, મુંબઈમાં બોલીવુડ એક્ટર સૈફઅલી ખાન પર 16 જાન્યુઆરીની મોડી રાત્રે ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોર અને એક્ટર બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો. 

આ પણ વાંચોઃ પોલીસ માટે ફરાર MLA ગજેન્દ્રસિંહ મહાકુંભમાં પાપ ધોવા પહોંચી ગયો, ડ્રાઈવરે વીડિયો પોસ્ટ કરતાં ફૂટ્યો ભાંડો!

મુંબઈ પોલીસે હુમલાખોરની થાણેથી ધરપકડ કરી હતી. આ આરોપી પણ બાંગ્લાદેશી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે હવે રાજકોટમાંથી પણ બાંગ્લાદેશી ઘુસણખોરો મળી આવતા ચિંતાનો વિષય છે. પોલીસે આ બંનેની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો