VIDEO: 147મી રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત, 18 હજારથી સુરક્ષાકર્મીઓ રૂટ પર હાજર
અમદાવાદમાં આજે 147મી રથયાત્રા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છ

અમદાવાદમાં આજે 147મી રથયાત્રા છે. ત્યારે સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ગુજરાત પોલીસ, પેરા મિલીટરી ફોર્સ સહિતના કુલ 23 હજારથી વધુ જવાનો ખડેપગે બંદોબસ્તમાં રહેશે.
શહેરના સીસીટીવી કેમેરા, સીસીટીવી લગાવેલાં વાહનો, બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ
રથયાત્રાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શહેરના સીસીટીવી કેમેરા, સીસીટીવી લગાવેલાં વાહનો, બોડી વોર્ન કેમેરા, ડ્રોન, જીપીએસ સિસ્ટમ, ઇમરજન્સી કોલ બોક્સ, પોર્ટેબલ પોલ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ સહિતની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે.20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર નજર રખાશે.
લોખંડી બંદોબસ્ત
રથયાત્રાના રૂટ પરના કાયમી 12 લોકેશનમાં કુલ 26 કેમેરા અને પોર્ટેબલ પોલ લગાવાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પહેલથી રથયાત્રાના સમગ્ર રૂટ પર આવતાં ખાનગી દુકાન માલિકો સાથે મળી કુલ 1,400 જેટલાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. 11 જેટલી જગ્યા પર પબ્લિકને માહિતી અને સૂચના આપવા માટે પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.






