મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ડીસા નગરપાલિકામાં સર્જાયો મોટો ભૂકંપ, ઉપ પ્રમુખ સહિત 17 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર

ડીસા નગરપાલિકામાં સર્જાયો મોટો ભૂકંપ, ઉપ પ્રમુખ સહિત 17 જેટલા સભ્યોએ રાજીનામા આપ્યા

ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી ચાલતો આંતરિક જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. પાલિકા ઉપ પ્રમુખ, વિવિધ સમિતિઓના ચેરમેન સહિત 17 સભ્યોએ રાજીનામા ધરી દેતા મોટો ભૂકંપ સર્જાયો છે. 

પાલિકાના ઉપપ્રમુખ, શાસક પક્ષના નેતા, વિવિધ સમિતિઓના ચેરમેન સહિત 17 જેટલા સભ્યોએ ડીસા શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ પટેલને પોતાના રાજીનામાં સુપ્રત કર્યા હતા. 

પ્રમુખ મનેશ્વરી રીતે વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ

નારાજ ચેરમેનો દ્વારા વર્તનામ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામાની માગ કરાઈ રહી છે. પ્રમુખ મનેશ્વરી રીતે વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

ડીસા પાલિકામાં રાજીનામું આપનાર સભ્યો

શૈલેષભાઈ રાયગોર ઉપપ્રમુખ, વાસુભાઈ મોઢ શાસક પક્ષના નેતા, ચેતન ત્રિવેદી ટીપી કમિટી ચેરમેન, રવિ ઠક્કર કારોબારી ચેરમેન, મંજુલાબેન રાવળ સેનિટેશન ચેરમેન.
નીલાબેન પ્રજાપતિ, અમિત રાજગોર, જ્યોત્સનાબેન પઢીયાર, પ્રભુભાઈ એદલિયા, દિપક પઢિયાર, રાજુભાઈ ઠક્કર, રમેશ માજીરાણા, ગોવિંદ માખીજા, રાજુભાઈ ઠાકોર, કિરણબેન વાઘેલા, ઉષાબેન મેવાડા, 

આ સમાચાર શેર કરો