મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યોજાયો નારી શક્તિ નવોદય સમારોહ, કન્યા ગુરુકુળમાં અભ્યાસ કરશે 1500 દીકરીઓ

સુરતના ન્યૂ કતારગામ વરિયાવ ખાતે ડી.ડી. સ્પોર્ટસ સંકુલમાં સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ તથા શ્રી ધર્મજીવન લોકસેવા ટ્ર

સુરતમાં યોજાયો નારી શક્તિ નવોદય સમારોહ, કન્યા ગુરુકુળમાં અભ્યાસ કરશે 1500 દીકરીઓ

સુરતના ન્યૂ કતારગામ વરિયાવ ખાતે ડી.ડી. સ્પોર્ટસ સંકુલમાં સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ તથા શ્રી ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટ દ્વારા નારી શક્તિ નવોદય સમારોહ યોજાયો હતો. સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાન પ્રેરિત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે 18 વીઘામા રૂપિયા 100 કરોડથી અધિક ખર્ચે નિર્માણ થઈ રહેલા કન્યા ગુરૂકુલની માહિતી અપાઈ હતી. 

રાષ્ટ્ર શક્તિશાળી બનશે

કન્યા ગુરુકુલના ટ્રસ્ટી લાલજીભાઈ પટેલે કહ્યું કે, કન્યા ગુરુકુલમાં ૧૫૦૦ જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. જેનો લાભ જૂન ૨૦૨૬ થી શરૂ થશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે ૩૫૦૦ દીકરીઓને સ્વર્નિભર બનાવી ઘરમાં ખુશાલી લાવવાનું કાર્ય કર્યું છે. જ્યારે સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ દ્વારા દીકરીઓ વધુ સંસ્કારી અને ભણતર પ્રાપ્ત કરી શકશે. એનાથી રાષ્ટ્ર વધુ શક્તિશાળી બનશે.

સ્કિલ ડેવલપમેન્ટની તાલીમ

સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ તથા ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટનો વિચાર પ્રદાન કરનાર વેડરોડ  ગુરુકુલના મહંત ધર્મવલ્લભદાસજી સ્વામીએ કહ્યું કે, ધર્મજીવનદાસજી સ્વામીના સંકલ્પથી કન્યા ગુરૂકુલનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુકુલમાં વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા પાઠ શીખી દીકરીઓ સુસંસ્કારી બની પરિવારનું ગૌરવ વધારશે.કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કહ્યું કે, ધર્મજીવન લોકસેવા ટ્રસ્ટે ૩૫૦૦ દિકરીઓને સ્કિલ ડેવલેપમેન્ટની તાલીમ આપી છે. ભવિષ્યમાં ૫૦ હજારને તૈયાર કરશે. દેશની નારીઓએ દેશને સન્માન અપાવ્યું છે. 

આ સમાચાર શેર કરો