સ્વાદ શોખિન સુરતીઓ સાવધાન, વરાછામાંથી 150 કિલો પનીર-પુણાના ગોડાઉનમાંથી 63 લાખનું ઘી પકડાયું
ગુજરાતમાં બનાવટી ચીજોની બોલબાલા જોવા મળી રહી છે. સરકારી ઓફિસથી લઈને અધિ

ગુજરાતમાં બનાવટી ચીજોની બોલબાલા જોવા મળી રહી છે. સરકારી ઓફિસથી લઈને અધિકારીઓ ડુપ્લિકેટ મળી આવે છે ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બનાવટી પનીરની સાથે સાથે ઘી પણ મોટી માત્રામાં ઝડપાયું છે. આરોગ્ય વિભાગની ટીમની મદદથી પોલીસ અને એલસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પનીરના સેમ્પલ લેવાયા
સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી છે. વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યાં છે. વરાછા ખાતે આવેલી તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું છે. 150 કિલોથી વધારે શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે. વરાછા પોલીસે ત્રણ ઈસમોની અટક કરવામાં આવી છે.
ઘીના ગોડાઉન ઝડપાયા
સુરતમાં ઝોન 1 LCB ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પુણા અને સરોલી ગામમાંથી મોટા બે ગોડાઉન ઝડપી પાડ્યા છે. ઝોન 1 LCB દ્વારા 63 લાખ ઘીનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબ્જે કરી સેમ્પલો લીધા છે. ગોડાઉનમાં ઘી બનાવી અને અલગ અલગ પેકેટમાં પેક કરતાં હતા. શંકાસ્પદ ધીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચતા હતાં. પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે. ઝોન 1 LCB દ્વારા 1 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.








