સુરતમાં રોગચાળામાં વધારો, ડેન્ગ્યુ, મેલેરિયાના કેસમાં વધારો થતાં મચ્છરોના બ્રીડિંગવાળા સ્થળોને 15 લાખનો દંડ
સુરતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છ

સુરતમાં ચોમાસાની સીઝન શરૂ થતાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસોમાં વધારો થયો છે. ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે. જેને કારણે નવી સિવિલ, સ્વીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર ઉપર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
મેલેરિયાના કેસ વધ્યા
ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતાં. આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસો નોંધાયા છે. ગત વર્ષ જાન્યુઆરી થી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 143 કેસો નોંધાયા હતા. આ જાન્યુઆરીથી જૂન મહિના સુધી ડેન્ગ્યુના કુલ 119 કેસો નોંધાયા છે. ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થવાનું કારણ પ્રી-મોનસૂનની કામગીરીમાં 445 જેટલી ટીમો સુરતના અલગ અલગ વિસ્તારોમાં સર્વે કર્યું હતું.
39 કેસ નોધાયા
પાલિકાની ટીમો દ્વારા અલગ અલગ બાંધકામ સાઈટ, ઘરોમાં મચ્છરોનો બ્રીડિંગ શોધવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા 14 દિવસમાં બાંધકામ સાઇટ તેમજ અલગ અલગ જગ્યા પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એમાં છેલ્લા બે માસ મા આરોગ્ય વિભાગે 15 લાખ નો દંડ વસુલ્યો છે. જેને કારણે સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને કારણે ફક્ત 15 દિવસમાં જ ડેન્ગ્યુના 39 જેટલા જ કેસો નોંધાયા છે.








