મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોરસદ નગરપાલિકા: ભાજપના બળવાખોર 14 સભ્યો કોંગ્રેસના સમર્થનમાં લડશે ચૂંટણી

બોરસદ પાલિકાના ભાજપના બળવાખોર ૧૪ સભ્યો સહિત ૩૫ પૂર્વ કોર્પોરેટરો અને રાજકીય અગ્રણી

બોરસદ નગરપાલિકા: ભાજપના બળવાખોર 14 સભ્યો કોંગ્રેસના સમર્થનમાં લડશે ચૂંટણી

 બોરસદ પાલિકાના ભાજપના બળવાખોર ૧૪ સભ્યો સહિત ૩૫ પૂર્વ કોર્પોરેટરો અને રાજકીય અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં ભાજપના ૧૪ બળવાખોરોએ આગામી પાલિકાની ચૂંટણી કોંગ્રેસના સમર્થનમાં લડવાનું નક્કી કર્યું હતું. આ મંચ એક સંપ રહ્યું તો ભાજપને ઉમેદવારો શોધવા પણ મુશ્કેલ પડે તેવી સ્થિતિ સર્જાશે. પાલિકાની ૨૬ બેઠકો જીતવા માટે રણનીતિ ઘડાઈ હતી. વોર્ડમાં એક ટીમ લિડર ઉમેદવારની પસંદગી કરશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો.

 ભાજપના બળવાખોર ૧૪ સભ્યોનો આક્રોશ ચરમસીમાએ

છેલ્લા બે વર્ષથી બોરસદ પાલિકા સુપર સીડ કરવામાં આવી છે. જેથી પ્રજાના કામો થઈ શકતા નથી. ત્યારે બોરસદમાં કેટલાક રાજકીય આગેવાનો, ભાજપના બળવાખોર ૧૪ સભ્યો સહિત ૩૫થી વધુ પૂર્વ કાઉન્સિલરોની એક મંચે પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બોરસદના નવ વોર્ડમાંથી અંદાજિત ૨૬થી વધુ બેઠકો જીતવા માટે અત્યારથી જ ઉમેદવારો તૈયાર કરવાની દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

દરેક વોર્ડમાં એક ટીમ લીડર ઉમેદવારોની પસંદગી પણ કરશે. ઉપરાંત શહેરના લઘુમતિ વિસ્તારમાં પણ હવે આગામી દિવસોમાં બેઠક કરીને ચાર જેટલા વોર્ડના ૧૬ સભ્યોની પણ ધીમે ધીમે પસંદગી કરવામાં આવશે. તેવું સર્વ સંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું.

આ સમાચાર શેર કરો