મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

DAHOD : અમદાવાદ-ઇન્દોર હાઈવે પર કઠલા ગામે તુફાન ગાડી પલટી જતા 14 લોકો ઈજાગ્રસ્ત

Dahod News : દાહોદ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે-47 પર કઠલા ગામ પાસે તુફાન ગાડી પલ

DAHOD : અમદાવાદ-ઇન્દોર હાઈવે પર કઠલા ગામે તુફાન ગાડી પલટી જતા 14 લોકો ઈજાગ્રસ્ત

Dahod News : દાહોદ જિલ્લામાં અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે-47 પર કઠલા ગામ પાસે  તુફાન ગાડી પલટી જતા 14 લોકો ઈજાગ્રસ્ત થયાની ઘટના ઘટી છે. 

મધ્યપ્રદેશના મુસાફરો પાવાગઢ દર્શન કરીને તુફાન ગાડીમાં પરત ફરી રહ્યાં હતાં. આ દરમિયા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે-47 કઠલા ગામ પાસે પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતા  તુફાન ગાડી પલટી ગઈ હતી અને તેમાં સવાર 14 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા. 

ઝાલોદના રાજપુર ગામે બાઈક પલટી  જતાં ચાલકનું મોત

ઝાલોદ તાલુકાના રાજપુર ગામે બનેલા ગમખ્વાર અકસ્માતમાં એક કિશોરનું મોત થયું હતું. ફહતેપુરા તાલુકાના પુથસ ગામના મૂળ વતની અને હાલ ગરાડુ ગામે કજેલી ફળિયામાં રહેતા કનુભાઈ ગજાભાઈ પારગીનો છોકરો યુવરાજભાઈ તથા કનુભાઈ ગજાભાઈ પારગીનો ભત્રીજો ૧૫ વર્ષ જીગ્નેશભાઈ જીતુભાઈ પારગી બંને તેઓની બાઈક લઈ વહેલી સવારે ૭ વાગ્યે શાકભાજી લેવા ગરાડુથી ઝાલોદ તરફ જઈ રહ્યા હતા. 

તે વખતે તેમની બાઈકની વધુ પડતી ઝડપને કારણે ચાલક જીગ્નેશભાઈ જીતુભાઈ પારગીએ બાઈક પરનો કાબુ ગુમાવી દેતા ભાઈક, રોડ પર પટકાતા બાઈક પર સવાર યુવરાજભાઈ કનુભાઈ પારગી તથા જીગ્નેશભાઈ જીતુભાઈ પારંગી પિતરાઈ ભાઈઓ મોટરસાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતા યુવરાજભાઈ કનુભાઈ પારગીને ઇજા થઈ હતી. જ્યારે બાઇક ચાલક ૧૫ વર્ષ જીગ્નેશભાઈ જીતુભાઈ પારગીને જીવલેણ ઇજા થતા તેનું ઘટના સ્થળ પર જ ભર્યું મોત નીપજ્યું હતું.

આ સમાચાર શેર કરો