મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યોજાશે 131 દીકરીઓને વળાવાશે સાસરે, સમૂહ લગ્ન અગાઉ દીકરીઓને અપાયા પાનેતર

દાન, દાત્તારી અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાસવારે મહા લગ્નોત્સવના આયોજનો થતાં રહે છે. ત્યારે આગામી સમયમાં યોજાનારા

સુરતમાં યોજાશે 131 દીકરીઓને વળાવાશે સાસરે, સમૂહ લગ્ન અગાઉ દીકરીઓને અપાયા પાનેતર

દાન, દાત્તારી અને દિલાવરીની ભૂમિ સુરતમાં છાસવારે મહા લગ્નોત્સવના આયોજનો થતાં રહે છે. ત્યારે આગામી સમયમાં યોજાનારા 131 દીકરીઓના સમૂહ લગ્નને લઈને સુરતના ઉતરાણ વિસ્તારમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓને રોટાલા-ફૂલેકાના જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિણયની ગાંઠે બંધાનાર દીકરીઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ સુરતમાં ઝઘડો થયા બાદ યુવકને ઉતારાયો મોતને ઘાટ, તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યારા ફરાર

સમૂહલગ્ન ખોટા ખર્ચ બચાવે 

વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટના મેહૂલ માલવિયાએ કહ્યું કે, આગામી 9મી માર્ચના રોજ 2025ના 131 દીકરીઓના સમૂહ લગ્ન થવાના છે. જે અંતર્ગત ડાયરાની સાથે સાથે જૂની દીકરીઓ કે જેમના લગ્ન થઈ ચૂક્યા છે. તેમના માટે રોટલાનું અને નવી દીકરીઓ માટે ફૂલેકાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ પાનેતર વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. 

લગ્નમાં વરઘોડો યોજાશે

સામાન્ય રીતે સમૂહ લગ્ન સાદાઈથી થતાં હોય છે. ત્યારે વિદ્યા વિકાસ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્ર્સ્ટના 7માં લગ્ન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે 125 લગ્ન થયા હતાં. આ વર્ષે 131 લગ્ન થનાર છે. સમૂહ લગ્ન થકી ખોટા ખર્ચા અટકાવી શકાય છે. આ વખતે અમે દીકરીઓ અને કુમારોની ઈચ્છા પ્રમાણે વરઘોડાનું આયોજન કર્યું છે. એ વરઘોડો કોઈને અડચણરૂપ ન થાય તે રીતે યોજવામાં આવશે.

આ સમાચાર શેર કરો