મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સવારે ઘરમાં સૂતેલી 12 વર્ષની બાળકી પર નરાધમે નજર બગાડી, એકલતાનો લાભ લઈ કર્યો દુષ્કર્મનો પ્રયાસ

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરા વિસ્

સુરતમાં સવારે ઘરમાં સૂતેલી 12 વર્ષની બાળકી પર નરાધમે નજર બગાડી, એકલતાનો લાભ લઈ કર્યો દુષ્કર્મનો પ્રયાસ

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉમરા વિસ્તારમાં એક ઘરમાં પાણીના બોટલની ડિલિવરી કરવા માટે ગયેલા નરાધમે ઘરમાં એકલી સૂતેલી બાળકીને જોઈને નજર બગાડી હતી. સૂતેલી બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરતાં જ બાળકી જાગી ગઈ હતી. 

હિરાલાલ પાણીની બોટલ મુકવા આવેલો

આ સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે નરાધમ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઉંમરા વિસ્તારમાં રહેતી બાળકીની માતા ઘરમાં નહી બહાર પોતાની દુકાનમાં હાજર હતી. તે દરમિયાન આરોપી 22 વર્ષીય હિરાલાલ ગુર્જર ઘરમાં પાણીની બોટલ મુકવા માટે ગયો હતો. આરોપીએ ઘરનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો ત્યારે બાળકી ઘરમાં એકલી સુતેલી હતી. બાળકીને એકલી અને ઊંઘમાં જોઈને નરાધમ હિરાલાલની દાનત બગડી હતી. તેને બાળકી સાથે બળાત્કાર ગુજારવાની કોશિશ કરી હતી. જોકે, બાળકી જાગી જતા અને બૂમાબૂમ કરતા નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જયારે આ ઘટનાને પગલે બાળકી બહુ જ ગભરાય ગઈ હતી.

આરોપીને ઝડપી લેવાયો

દુકાનમાંથી માતા પિતા ઘરમાં દોડી આવ્યા હતા. પોતાની દીકરી સાથે આ કૃત્ય થયું હોવાનું જાણવા મળતા તેઓ ચોંકી ઊઠ્યા હતા. ત્યાર બાદ પરિવારજનો ઉંમરા પોલીસ મથકે પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે પોલીસને જણાવ્યું હતું અને નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉંમરા પોલીસે આરોપી હીરાલાલ ગુર્જર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો