મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH / લખપતમાં ન્યુમોનિયાથી 4 દિવસમાં 12 લોકોના મોતથી ખળભળાટ, કોંગેસે મૃતકોના નામ જાહેર કર્યા

Kutch News : કચ્છના લખપત ન્યુમોનિયાથી 4 દિવસમાં 12 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આ 12 મૃત

KUTCH / લખપતમાં ન્યુમોનિયાથી 4  દિવસમાં 12 લોકોના મોતથી ખળભળાટ, કોંગેસે મૃતકોના નામ જાહેર કર્યા

Kutch News : કચ્છના લખપત ન્યુમોનિયાથી 4  દિવસમાં 12 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે આ 12 મૃતકોના નામ જાહેર કરીને પ્રશાસન પર નિશાન સાધ્યું છે. મૃતકોમાં એક 5 વર્ષની બાળકી પણ છે. 

12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન

લખપતમાં ન્યુમોનિયા તાવના લીધે 12ના મોત થયા છતાં આરોગ્ય તંત્ર નિદ્રાધીન છે તેવા આક્ષેપો કોંગ્રેસે  કર્યા છે. લખપતના ભેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે.જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરીને પત્ર લખ્યો છે. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર પણ કરવામાં આવી છે.

મૃતકો તમામ જત સમાજના 

લખપત તાલુકાના ભેખડા ગામે છેલ્લા 4 દિવસમાં ભેદી બિમારી બાદ 5 જેટલા ના મૃત્યુ થતાં જત સમાજ સહિત આખા તાલુકામાં ગમગીની છવાઇ જવા પામી છે. તાવ આવ્યા બાદ આ દર્દીઓનાં મૃત્યુ થયા છે તેવી વાત ચર્ચાઈ રહી છે.   નાનકડા એવા ભેખડા ગામમાં આરોગ્ય વિભાગની બે એમ્બ્યુલન્સ સાથે ટીમ પણ વધુ તપાસ માટે પહોંચી હતી.

મૃત્યુ પામનાર લોકોમાં 18 વર્ષીય જત શકુર મામદ, 20 વર્ષીય જુનુસ મામદ જત, 18 વર્ષના મુસ્તાક લુકમાન જત, 50 વર્ષના જત સુલેમાન લાણા તેમજ 7 વર્ષીય અમીનાબાઇ જતનો સમાવેશ થાય છે. ચાર લોકોના ન્યુમોનિયા તાવ આવ્યા બાદ મૃત્યુ પામ્યા છે તેમજ સુલેમાન લાણા જતનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાની વાત ગ્રામજનોએ કરી હતી.

આ સમાચાર શેર કરો