મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

SURAT : બારડોલીના ટિમ્બરવા ગામમાં વીજકરંટ લાગતા 11 વર્ષીય બાળકનું મોત

Bardoli Surat News : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામમાં વીજ કરંટ લાગતા 11 વ

SURAT : બારડોલીના ટિમ્બરવા ગામમાં વીજકરંટ લાગતા 11 વર્ષીય બાળકનું મોત

Bardoli Surat News : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટિમ્બરવા ગામમાં વીજ કરંટ લાગતા 11 વર્ષીય બાળકનું મોત થયાની ઘટના ઘટી છે. ગઈકાલે 29 જૂનના દિવસે બપોરના સમય બાદ આ બાળક ગુમ થયો હતો. બાળકના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી આપી હતી. જયારે આજે એક ખેતરના શેઢા પર વીજપોલ પાસેથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. વીજપોલને ખેંચી રાખવા માટે બાંધવામાં આવતા તારને અડકવાથી વીજ કરંટ લાગ્યો હોવાનો અને તેના કારણે બાળકનું મોત થયાનું અનુમાન છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરતનાં પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ વરસાદ

રાજ્યમાં મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે 6.00થી બપોરે 4.00 વાગ્યા સુધીમાં રાજ્યના 190 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત શહેરમાં 4.92 ઈંચ, કામરેજમાં 4.8 ઈંચ, મહુવામાં 4.76 ઈંચ ખાબક્યો છે. 

વરસાદના કારણે સુરતના જુદા જુદા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત પાણીનો વહેલી તકે નિકાલ કરવા કોર્પોરેશનની ટીમ પણ કામે લાગી ગઈ છે. શહેરની રાજદીપ સોસાયટીમાં અનેક વાહણો પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે વેડરોડ પર જેસીબીની મદદથી ગટરના ઢાંકણા ખોલાયા હતા.

રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો

રાજ્યના 190 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દ.ગુજરાતના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં 6.12 ઈંચ, બારડોલીમાં 5.4 ઈંચ, સુરત શહેરમાં 4.92 ઈંચ, કામરેજમાં 4.8 ઈંચ, મહુવામાં 4.76 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

જ્યારે વલસાડ તાલુકામાં પોણા ચાર ઈંચ, કામરેજ તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં ત્રણ ઈંચ, ધરમપુરમાં સવા બે ઈંચ, સંખેડામાં સવા બે ઈંચ, ભરૂચમાં બે ઈંચ, ઉમરપાડામાં બે ઈંચ, સોનગઢમાં બે ઈંચ, કપરાડા,વાલોડમાં બે બે ઈંચ, નવસારી,જલાલપોરમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ સમાચાર શેર કરો