Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : 105 IPS officers promoted and transferred in the state, Safin Hassan made SP of Mahisagar

રાજ્યમાં 105 IPS અધિકારીની બઢતી સાથે બદલી, સફીન હસન મહિસાગરના SP

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2025
લાઇવ ટીવીGoogle News
રાજ્યમાં 105 IPS અધિકારીની બઢતી સાથે બદલી, સફીન હસન મહિસાગરના SP
સોર્સ : Google

રાજ્ય સરકારે ઘણા સમય બાદ મોટા પાયે 105 જેટલા IPS અધિકારીની બદલી અને બઢતી કરી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આ અંગે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 

App Store

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા 105 IPS અધિકારીની બદલી અને બઢતી કરવામાં આવી છે. રાજ્ય ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીની બદલી-બઢતી અંગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપવામાં આવી છે. 

પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગરના SP બનાવાયા

અક્ષયરાજ મકવાણાની ભરૂચ SP તરીકે બદલી કરવામાં આવી છે તો પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી કરવામાં આવી છે. મનોહરસિંહ જાડેજાની અરવલ્લીના SP તરીકે બદલી કરવામાં આવી છે. સફીન હસનને મહિસાગરના SP બનાવવામાં આવ્યા છે. એસ.વી.પરમારની એસઆરપી ગ્રુપ 15માં બદલી કરવામાં આવી છે.

વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ 

IPS રાહુલ ત્રિપાઠીની અમદાવાદ DCP SOG અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. IPS રોહન આનંદની SP CID ક્રાઈમમાં બદલી કરાઈ છે. વિવાદમાં રહેલા મનીષસિંહને સાઈડ પોસ્ટિંગ કરવામાં આવ્યા છે અને કચ્છના ભચાઉમાં SRP ગ્રુપમાં મુકાયા છે. જ્યારે ડો.હર્ષદ પટેલની અમદાવાદ ઝોન -1માં નાયબ CP તરીકે બદલી કરાઈ છે. 

 કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી 

જ્યારે IPS પાર્થરાજસિંહ ગોહિલની SP સાબરકાંઠામાં બદલી કરવામાં આવી છે. વલસાડના કરણરાજ વાઘેલાની સુરત ઇકોનોમિક વિંગમાં બદલી કરાઈ છે તો મહિસાગરના SP જયદિપસિંહ જાડેજાને ગીર સોમનાથના SP બનાવવામાં આવ્યા છે. દાહોદના SP રાજદીપસિંહ ઝાલાની ગાંધીનગર સાયબરમાં બદલી કરવામાં આવી છે. સુરત ઝોન-2 DCP ભગીરથ ગઢવીની અમદાવાદ ઝોન-6માં બદલી કરવામાં આવી છે.