મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણમાં સગીરા પર દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની સજા, 82 હજારનો દંડ ફટાકારાયો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દુષ્કર્મ આચરનારા આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સ

પાટણમાં સગીરા પર દુષ્કર્મ આચરનારાને 10 વર્ષની સજા, 82 હજારનો દંડ ફટાકારાયો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દુષ્કર્મ આચરનારા આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ 82 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

પાટણમાં દુષ્કર્મ આચરનારા આરોપીને 10 વર્ષની કેદ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં દુષ્કર્મ આચરનારા આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સરસ્વતીના એક ગામની સગીરા પર દુષ્કર્મ આચરનારાને કોર્ટે સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને 10 વર્ષની સખ્ત કેદ અને 82 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આરોપી દંડ ના ભરે તો વધુ ત્રણથી છ માસની સખ્ત કેદની સજા ભોગવવા આદેશ આપવામાં આવ્યો છે. 10 વર્ષ પૂર્વે થયેલા દુષ્કર્મ કેસમાં પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. 17 વર્ષની સગીરાનું 17 જૂન 2014ના રોજ અપહરણ થયું હતું જે બાદ ફરીયાદ નોંધવામાં આવી હતી. આરોપીએ સગીરાને અલગ અલગ સ્થળે લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાને શોધી અપહરણ કરનારાની ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો