મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરના તેજગઢની છાત્રાલયમાંથી 10 વિદ્યાર્થી જતાં રહ્યા, ગૃહપતિ માર મારતાં હોવાના આક્ષેપ

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતેની આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી શ્રી ગજાનન

છોટાઉદેપુરના તેજગઢની છાત્રાલયમાંથી 10 વિદ્યાર્થી જતાં રહ્યા, ગૃહપતિ માર મારતાં હોવાના આક્ષેપ

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતેની આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી શ્રી ગજાનન છાત્રાલયમાંથી 10 વિદ્યાર્થી જતાં રહ્યાં છે. વિદ્યાર્થીઓના હોસ્ટેલ છોડવા પાછળ તંત્રની ઉદાસીનતા બહાર આવી છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે, ગૃહપતિ કેફી પીણું પીને માર મારે છે. જેને લઈને વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડવા મજબૂર બને છે.

ભોજનમાં ગુણવતાનો અભાવ

છોટાઉદેપુર જિલ્લામાં આદિજાતિ વિભાગ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા વાળી છાત્રાલયો ચલાવવામાં આવે છે. જેમાં તેજગઢ ખાતે શ્રી ગજાનન છાત્રાલય આવેલી છે. તેમાં 30 જેટલા કુમાર વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. જ્યારે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, ગૃહપતિ અમને લાતે લાતે માટે છે. જમવાનુ સારું આપવામાં આવતું નથી. જ્યારે આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા માટે સરકાર ગ્રાન્ટ આપે છે. તેનું સંચાલન કરનાર સંસ્થાઓના માલિકો આદિવાસી બાળકોને ભોજન આપવામાં ગુણવત્તા જાળવતા નથી અને આદિજાતિ વિભાગના અધિકારીઓ નિયમ મુજબ છાત્રાલયોની વિઝિટ કરતા નથી.

ગૃહપતિ બદલવા માગ

આદિવાસી બાળકોની સમસ્યા આદિજાતિ વિભાગના અધિકારીઓએ સાંભળવી જોઈએ અને આદિવાસી બાળકોને ગૃહપતિ માર મારતા હોવાની ગંભીર ફરિયાદો બાળકો કરતા હોય ત્યારે તંત્રના અધિકારીઓએ આ છાત્રાલયની વિઝીટ કરવી જોઈએ. બાળકોની માંગ છે કે, ગૃહપતિ બદલવા જોઈએ. 10 જેટલા બાળકો હાલ છાત્રાલય છોડીને જતાં રહ્યા હોવાનો બાળકો આક્ષેપ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આદિજાતિ વિભાગ દ્વારા ચલાવાતી છાત્રાલયમાં આદિજાતિ મંત્રી તપાસ હાથ ધરી તો ચોંકાવનારી હકીકત બહાર આવે.

આ સમાચાર શેર કરો