મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુવર્ણદાન: અંબાજી મંદિરના ભંડારમાંથી મળ્યા સોનાના 10 બિસ્કીટ 

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, ત

સુવર્ણદાન: અંબાજી મંદિરના ભંડારમાંથી મળ્યા સોનાના 10 બિસ્કીટ 

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી માતાના મંદિરે રોજબરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવતા હોય છે, તો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા બાદ માતાના ચરણે ભેટ પણ ધરતા હોય છે, ત્યારે એક ભક્તે અંબાજી મંદિરમાં સોનાના 10 બિસ્કીટ દાનમાં આપ્યા છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ખોલવામાં આવે છે

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડાર ખોલવામાં આવે છે. ત્યારે આજે  ભંડાર ખોલવામાં આવ્યો હતો. અંબાજી મંદિરના ભંડારમાંથી ચૂંદડીમાં પેક કરેલા 10 અલગ અલગ બિસ્કીટ દાનમાંથી નીકળ્યા હતા. જેની અંદાજિત કિંમત 70થી 75 લાખ સુધી થાય છે. ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા કરવામાં આવી છે. 

અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને આવતા હોય છે

તમને જણાવી દઈએ કે, ભારતભરમાં યાત્રાઘામ તરીકે જાણીતું એવું શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું છે, જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માતાના દર્શને આવતા હોય છે. 

આ સમાચાર શેર કરો