મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અગનભઠ્ઠીમાં શેકાયા રાજ્યના 10 શહેરો, તાપમાન 44 ડિગ્રીથી પણ વધુ નોંધાયું

ગુજરાતમાં સતત કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. ગત રોજ ૧૦ શહેરમાં ૪૪ ડિગ્રીથી

અગનભઠ્ઠીમાં શેકાયા રાજ્યના 10 શહેરો, તાપમાન 44 ડિગ્રીથી પણ વધુ નોંધાયું

ગુજરાતમાં સતત કાળઝાળ ગરમી પડી રહી છે,  ગરમીનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. ગત રોજ ૧૦ શહેરમાં ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. હિંમતનગરમાં ૪૬.૨ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આમ, હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે. 

પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત

 હિંમતનગર ઉપરાંત ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં ૪૪.૨ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં ૪૪.૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૪.૭ ડિગ્રી વધ્યું હતું. રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન ૪૫ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

 અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ 

બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં ૧૬મીએ ૪૩.૬, ૧૭મીએ ૪૪.૨, ૧૮મીએ ૪૪.૫ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન હતું. જેની સરખામણીએ આજે ૪૪.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૫.૩ ડિગ્રીનો વધારો થયો છે.

અમદાવાદનું તાપમાન

અમદાવાદમાં વર્તમાન સિઝનમાં સૌથી ગરમ દિવસ

તારીખ

તાપમાન

૧૯ મે

૪૫.૦

૧૮ મે

૪૪.૫

૧૭ મે

૪૪.૨

૧૬ મે

૪૩.૬

૭ મે

૪૩.૩

અમદાવાદમાં ૨૫મી સુધી તાપમાન ૪૫ની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરેલી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૨૪મી બાદ અમદાવાદમાં ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં ૩૧.૨ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૩.૭ ડિગ્રી વધ્યું હતું. આમ, રાતના પણ ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા ચાર દિવસમાં અમદાવાદનું સરેરાશ લઘુતમ તાપમાન પાંચ ડિગ્રી વધ્યું છે. 

અમદાવાદમાં આગામી પાંચ દિવસનું સંભવિત તાપમાન

તારીખ

તાપમાન

૨૦

૪૪.૦

૨૧

૪૫.૦

૨૨

૪૫.૦

૨૩

૪૫.૦

૨૪

૪૫.૦

૨૫

૪૪.૦

અમદાવાદ એરપોર્ટ ૪૬.૬ ડિગ્રી સાથે અમદાવાદ શહેરનો હોટેસ્ટ વિસ્તાર બની રહ્યો હતો. અન્ય વિસ્તારમાંથી નવરંગપુરામાં ૪૪.૩, બોપલ-ચાંદખેડા-સેટેલાઇટ-પિરાણા-રાયખડમાં  ૪૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

ક્યાં વધારે ગરમી

શહેર

તાપમાન

હિંમતનગર

૪૬.૨

ઈડર

૪૬.૦

સુરેન્દ્રનગર

૪૫.૩

ડીસા

૪૫.૧

અમદાવાદ

૪૫.૦

ભાવનગર

૪૪.૬

અમરેલી

૪૪.૬

ગાંધીનગર

૪૪.૨

રાજકોટ

૪૪.૧

વડોદરા

૪૪.૦

ભુજ

૪૨.૮

સુરત

૪૧.૮

છોટા ઉદેપુર

૪૧.૪

દાહોદ

૪૦.૬

વલસાડ

૪૦.૬

નર્મદા

૪૦.૫

ડાંગ

૩૯.૮

પોરબંદર

૩૮.૫

નલિયા

૩૭.૬

જામનગર

૩૭.૦

કંડલા

૩૬.૫

આ સમાચાર શેર કરો