કોણ છે Yes Madamના માલિક? પહેલા 100 તણાવગ્રસ્ત કર્મચારીઓને કાઢી મૂક્યા, પછી લીધો યુ-ટર્ન
નોઈડાની યસ મેડમ કંપની ગયા સોમવારે તેના 100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ ચર્ચામાં આવી હતી, જે બાદ તેની ભારે ટ

નોઈડાની યસ મેડમ કંપની ગયા સોમવારે તેના 100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ ચર્ચામાં આવી હતી, જે બાદ તેની ભારે ટીકા થઈ હતી. હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. મંગળવારે કંપનીએ આ મામલે પોતાનો ખુલાસો જાહેર કર્યો છે. કંપનીનું કહેવું છે કે તેણે કર્મચારીઓને વાસ્તવમાં નોકરીમાંથી કાઢી નહતા મુક્યા, પરંતુ તે જાગૃતિ પહેલનો એક ભાગ હતો. જેમાં કામના સ્થળે કર્મચારીઓના તણાવને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે હજુ સુધી આ મામલે યસ મેડમ કંપનીના માલિક તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. ચાલો જાણીએ કે કંપનીના માલિક કોણ છે?
આ પણ વાંચો: આ મહિલાએ પોતાના રસોડામાંથી શરૂ કર્યો બિઝનેસ, 22 મહિલાઓને આપ્યો રોજગાર, વાર્ષિક આટલા લાખનું ટર્નઓવર
શું છે સમગ્ર મામલો?
ગયા સોમવારે આ કંપની સંબંધિત એક પોસ્ટ લિંક્ડઈન પર વાયરલ થઈ હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ એક સર્વે કર્યો હતો અને કર્મચારીઓને પૂછ્યું હતું કે શું તેઓ તણાવમાં છે કે નહીં અને પછી જેણે હા પાડી, તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીએ 100 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આ પછી, જ્યારે આખા સોશિયલ મીડિયા પર કંપનીની ટીકા થવા લાગી, ત્યારે કંપનીએ આ મામલે ખુલાસો આપવો પડ્યો.
કંપનીના માલિકો કોણ છે?
યસ મેડમ કંપનીના માલિકો બે ભાઈઓ છે, જેમના નામ આદિત્ય આર્ય અને મયંક આર્ય છે. તેમણે ડિસેમ્બર 2016માં કંપની શરૂ કરી હતી. આ બ્યુટી અને વેલનેસ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી એક કંપની છે, જેણે દેશમાં પોતાનું સારું નામ બનાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના કો-ફાઉન્ડર મયંક પહેલા ભારતીય નેવીમાં કામ કરતા હતા. તેઓ ત્યાં નેવિગેશન વિભાગમાં ઓફિસર હતા, પરંતુ બાદમાં તેમણે નોકરી છોડી દીધી અને યસ મેડમ નામનું પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એવો દાવો કરવામાં આવે છે કે મયંકે સિંગાપોર પોલિટેકનિકમાંથી નોટિકલ સ્ટડીઝમાં ડિપ્લોમા કર્યો છે.
શાર્ક ટેન્કમાંથી ફંડ મળ્યા
આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને ભાઈઓ આદિત્ય અને મયંક 'શાર્ક ટેન્ક સિઝન 3'માં જોવા મળ્યા હતા. ત્યાં તેમને 1.5 કરોડ રૂપિયાના ફંડ મળ્યા. આ શોમાં આવ્યા બાદ તેની યસ મેડમ કંપનીને ઘણી ખ્યાતિ મળી. આજે, કંપનીમાં 400થી વધુ કર્મચારીઓની ટીમ કામ કરી રહી છે અને આ કર્મચારીઓ દિલ્હી NCRથી હૈદરાબાદ, બેંગલુરુ, મુંબઈ અને પુણે સુધી ફેલાયેલા છે. દાવો કરવામાં આવે છે કે હવે આ કંપની 300 કરોડ રૂપિયાની વેલ્યુએશનવાળી કંપની બની ગઈ છે.






