Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver plunges by ₹7,800 and gold by more than ₹1,100, know the latest rates

Silver-Gold Price: ચાંદીમાં ₹7,800 અને સોનામાં ₹1,100થી વધુનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Silver-Gold Price: ચાંદીમાં ₹7,800 અને સોનામાં ₹1,100થી વધુનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ
સોર્સ : GSTV

Silver and Gold Price News :  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના-ચાંદીના બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉની તેજી બાદ બજારમાં ભારે વેચવાલીનું દબાણ આવતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. ચાંદી ₹7,800થી વધુ તૂટી, જ્યારે સોનું પણ ₹1,100નો ઘટાડો થયો છે.

App Store

ચાંદીમાં જોરદાર કડાકો

MCX પર ચાંદીના વાયદાના ભાવમાં આજે ભારે ઘટાડો નોંધાયો છે, જેણે રોકાણકારોને ચોંકાવી દીધા છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં 05 માર્ચ 2026 વાયદાની ચાંદીનો ભાવ ₹2,50,605 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી તેજી સાથે ₹2,51,041 પર ખુલી હતી, પરંતુ આ તેજી ટકી શકી ન હતી.

વર્તમાન સ્થિતિ અને ઘટાડો: દિવસ દરમિયાન ભારે વેચવાલીને કારણે ચાંદીનો ભાવ ગગડ્યો હતો. આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹7,836 (-3.13%) ના તોતિંગ કડાકા સાથે ₹2,42,769 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,40,605ની નીચલી સપાટી પણ બનાવી હતી.

સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,38,009 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ (Open): આજે સોનું ઘટાડા સાથે ₹1,37,996 પર ખુલ્યું હતું.

વર્તમાન સ્થિતિ અને ઘટાડો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹1,117 (-0.81%) ના ઘટાડા સાથે ₹1,36,892 પર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,36,500ની નીચલી સપાટી પણ બનાવી હતી.

બજારના નિષ્ણાતોના મતે, ઐતિહાસિક તેજી બાદ ભારે નફાવસૂલી (પ્રોફિટ-બુકિંગ) અને વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ મોટી ઉથલપાથલને કારણે રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.