Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Silver suddenly jumps by ₹13,700, then declines slightly after the rally

Silver and Gold Price: ચાંદીમાં એકઝાટકે ₹13,700નો ઉછાળો, તેજી બાદ ભાવમાં સામાન્ય ઘટાડો

Timeછેલ્લું અપડેટ : 05 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Silver and Gold Price: ચાંદીમાં એકઝાટકે ₹13,700નો ઉછાળો, તેજી બાદ ભાવમાં સામાન્ય ઘટાડો
સોર્સ : GSTV

Silver and Gold Price News: અગાઉના ટ્રેડિંગ સત્રમાં આવેલા મોટા કડાકા બાદ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર સોના અને ચાંદીના બજારમાં આજે ફરીથી શાનદાર તેજી જોવા મળી રહી છે. નીચલા સ્તરેથી રોકાણકારોની મજબૂત ખરીદીને પગલે સોના અને ચાંદી બંનેના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. વાયદા બજારમાં ચાંદી આજે એકઝાટકે 13700 રૂપિયાથી વધુ ઉછળી હતી અને પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે સોનામાં પણ એકઝાટકે 2400 રૂપિયાથી વધુની તેજી આવી હતી પરંતુ તેમાં પણ 1000 રૂપિયા જેટલો ઘટાડો આવ્યો હતો. 

App Store

ચાંદીમાં જોરદાર ઉછાળો

અગાઉના ઘટાડા બાદ ચાંદીના ભાવમાં આજે રોકેટગતિએ તેજી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,36,316 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ(Open): આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં મોટો ગેપ-અપ જોવા મળ્યો અને ભાવ ₹2,44,000 પર ખુલ્યો હતો.

દિવસની ઊંચી સપાટી(High): દિવસ દરમિયાન ખરીદીનું દબાણ વધતા ચાંદીનો ભાવ ₹2,49,900ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹6,369 (+2.70%) ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,42,685 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો.

સોનાના ભાવમાં પણ મજબૂત તેજી

ચાંદીની જેમ સોનાના ભાવમાં પણ આજે મજબૂત રિકવરી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ(Prev. Close): સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,35,761 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ(Open): આજે સોનું ₹1,36,300 પર ખુલ્યું હતું.

દિવસની ઊંચી સપાટી(High): ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,38,200ની ઊંચી સપાટી બનાવી હતી.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹1,449 (+1.07%) ના મજબૂત વધારા સાથે ₹1,37,210 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો.

બજારના નિષ્ણાતોના મતે, અગાઉના સત્રમાં થયેલા ભારે પ્રોફિટ-બુકિંગ બાદ નીચા ભાવે રોકાણકારોની ખરીદી પરત ફરતા આ શાનદાર રિકવરી જોવા મળી છે. જોકે, બજારમાં હજુ પણ ઉથલપાથલનો માહોલ યથાવત રહી શકે છે.