ઓઇલ કંપનીઓએ ATFના ભાવમાં કર્યો વધારો, હવાઈ મુસારીના ભાડામાં ધરખમ ઉછાળો
એરલાઇન્સને ડિસેમ્બર મહિનાના પહેલાં જ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, 1

એરલાઇન્સને ડિસેમ્બર મહિનાના પહેલાં જ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે એટલે કે, 1 ડિસેમ્બરે એવિએશન ટર્બાઇન ફ્યૂલ (ATF)નો ભાવ વધારી દીધો છે. જેનાથી હવે એરલાઇન્સ પણ ભાડામાં વધારો કરી શકે છે. જેની સીધી અસર મુસાફરો પર પડશે. તેલ કંપનીઓએ 1 ડિસેમ્બરે એટીએફની કિંમતને 13,181.2 રૂપિયા પ્રતિ કિલોલીટર વધારી દીધી છે. તેનાથી દિલ્હીમાં એવિએશન ટર્બાઇન ફ્યૂલની કિંમત 91,856.84 રૂપિયા પ્રતિ કિલોલીટર સુધી વધારી દીધી છે. આ સિવાય કોલકાતામાં એટીએફ 94,551.63 રૂપિયા પ્રતિ કિલોલીટર, મુંબઈમાં 85,861.02 પ્રતિ કિલોલીટર અને ચેન્નઈમાં 95,231.49 પ્રતિ કિલોલીટર મળી રહ્યું છે.
આ પણ વાંચો: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, મહિનાના પહેલા દિવસે જ મોંઘવારીનો આંચકો
મોંઘી થઈ જશે ફ્લાઇટ ટિકિટ?
ડિસેમ્બર સતત બીજો મહિનો છે, જ્યારે સરકારી તેલ કંપનીઓએ એવિએશન ટર્બાઇન ફ્યૂલની કિંમતોમાં વધારો કર્યો છે. ગત મહિને પણ ATFની કિંમત 2,941.5 રૂપિયા પ્રતિ કિલોલીટર વધારવામાં આવી હતી. તેનાથી એરલાઇન્સનો સંચાલન ખર્ચ ઝડપથી વધી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે, એટીએફ મોંઘુ થવાથી એરલાઇન્સ હવાઈ મુસાફરીના ભાડાની કિંમતોમાં 10 થી 15 ટકાનો વધારો કરી શકે છે. એવામાં મુસાફોને મોંઘી ટિકિટ ખરીદવી પડી શકે છે. ડૉલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં ઘટાડો થવાથી એટીએફની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, ફ્યૂલનો ખર્ચ એરલાઇન્સના કુલ ખર્ચનો આશરે 40 ટકા ભાગ હોય છે.
પેટ્રોલ-ડિઝલની કિંમત
પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં આજે પણ કોઈ બદલાવ નથી થયો. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 94.77 રૂપિયા લીટર પર વેચાઈ રહ્યું છે. આ સિવાય પટનામાં 105.58 રૂપિયે પ્રતિ લીટર અને ચંદીગઢમાં પેટ્રોલ 94.30 રૂપયા પ્રતિ લીટરમાં વેચાઈ રહ્યું છે. ડિઝલની વાત કરીએ તો તે દિલ્હીમાં 87.64 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. આ સિવાય ડિઝલ પટનામાં 92.42 રૂપિયા પ્રતિ લીટર અને ચંદીગઢમાં 82.45 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.








