LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, મહિનાના પહેલા દિવસે જ મોંઘવારીનો આંચકો
મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના(Commercial LPG Cyli

મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના(Commercial LPG Cylinder) ભાવમાં વધારો કર્યો છે. આ ગેસ સિલિન્ડરનો(LPG gas cylinder) ઉપયોગ હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્નમાં થાય છે. તેની સીધી અસર ખાદ્ય ચીજવસ્તુઓમાં મોંઘવારી સ્વરૂપે જોવા મળશે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈન્ડિયન ઓઈલ (Indian Oil)તરફથી મળેલી માહિતી અનુસાર, 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 16.50 રૂપિયાનો વધારો થયો છે. ગયા મહિને પણ પહેલી નવેમ્બરે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની(Commercial LPG Cylinder) કિંમતમાં વધારો થયો હતો. સરકારી તેલ કંપનીઓ મહિનાના પહેલા દિવસે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે.
આ પણ વાંચો : 1 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફારો, દરેક ઘર અને ખિસ્સા પર અસર દેખાશે
સતત પાંચમા મહિને ભાવમાં વધારો થયો છે
19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર(Commercial LPG Cylinder) હવે દિલ્હીમાં 1818.50 રૂપિયામાં મળશે. ગયા મહિને નવેમ્બરમાં જ આ સિલિન્ડરની કિંમતમાં ₹62નો વધારો થયો હતો. ઓક્ટોબરમાં આ સિલિન્ડર 1740 રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ સતત પાંચમો મહિનો છે જ્યારે તેલ કંપનીઓએ આ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. દિલ્હી સિવાય કોલકાતામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત હવે 1927.00 રૂપિયા થઈ ગઈ છે. આ ગેસ સિલિન્ડર મુંબઈમાં ₹1771.00 અને ચેન્નાઈમાં ₹1980.50માં ઉપલબ્ધ છે.






