સલાડની પ્લેટ પરથી આવ્યો આઈડિયા! બિઝનેસ કરવા માટે છોડી બેંકની નોકરી, હવે દર મહિને કરે છે લાખોની કમાણી
આજના સમયમાં, લોકો સારી નોકરી માટે દિવસ-રાત મહેનત કરે છે. ઘણા લોકોને તેમની પસંદગીની નોકરી મળી જાય છે, જ્યારે ઘણા

આજના સમયમાં, લોકો સારી નોકરી માટે દિવસ-રાત મહેનત કરે છે. ઘણા લોકોને તેમની પસંદગીની નોકરી મળી જાય છે, જ્યારે ઘણાને નથી મળતી. તમે એવી ઘણી વાર્તાઓ સાંભળી હશે જેમાં કોઈ વ્યક્તિ લાખોની નોકરી છોડી દેવાનું જોખમ લે છે અને પોતાનો બિઝનેસ કરવાનું વિચારે છે. ઘણા આમાં નિષ્ફળ જાય છે અને ઘણાને સફળતા મળે છે. આજે અમે તમને અજય ગોપીનાથ વિશે જણાવીશું જેમણે પોતાની નોકરી છોડી દીધી અને એક રૂમમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો.
બેંકની નોકરી છોડી દીધી
કેરલાના રહેવાસી અને બેંકર રહેલા અજય ગોપીનાથે 2020માં ફક્ત એટલા માટે નોકરી છોડી દીધી કારણ કે તેઓ પોતાનો બિઝનેસ કરવા માંગતા હતા. 2020માં, તેમણે કેરળના કોચીમાં તેમના ઘરે ઓર્ગેનિક માઈક્રોગ્રીન્સ ઉગાડવાનું શરૂ કર્યું. હાલમાં તે જીમ, હોસ્પિટલો, હોટલો અને છૂટક ખરીદદારોને ઓર્ગેનિક માઈક્રોગ્રીન્સ વેચે છે. આ ઉપરાંત, તેઓ ભારતભરના ખેડૂતોને ઈન્ડોર ફાર્મિંગ માટે તાલીમ પણ આપે છે, જેના દ્વારા તેઓ દર મહિને લગભગ 5 લાખ રૂપિયાની કમાણી કરે છે.
બિઝનેસનો આઈડિયા કેવી રીતે આવ્યો?
2017માં, અજય ગોપીનાથ તેમના મિત્રો સાથે બેંગલુરુના એક રેસ્ટોરન્ટમાં લંચ કરવા ગયા હતા. ત્યાં તેમણે સલાડની પ્લેટમાં કેટલાક માઈક્રોગ્રીન્સ જોયા, અને તે જોયા પછી તેમને તેના વિશે જાણવામાં રસ પડ્યો. આ પછી જ તેમણે માઈક્રોગ્રીન્સ પર રિસર્ચ શરૂ કરી. અજય કહે છે કે તેમણે માઈક્રોગ્રીન્સની ખેતી વિશે જાણવા માટે યુટ્યુબ પર ઘણા વીડિયો જોયા. ત્યાંથી તેમણે ટીશ્યુ પેપર અને અખબારોનો ઉપયોગ સરસવ, મેથી, મગના સૂક્ષ્મ માઈક્રોગ્રીન્સ બનાવવાનું શુખ્યું, પરંતુ તેઓ તેના વિશે વધુ જાણવા માંગતા હતા. આ પછી, અજયે તેમના બેડરૂમમાં માઈક્રોગ્રીન્સની ખેતી શરૂ કરવાની યોજના બનાવી. તેમની ખેતીની સફર આ રૂમમાંથી જ શરૂ થઈ હતી.
માઈક્રોગ્રીન્સ શું છે?
માઈક્રોગ્રીન્સ (જેની સાતથી દસ દિવસમાં લણણી કરવામાં આવે છે) અસંખ્ય સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. પરંતુ સામાન્ય રીતે તેનો ઉપયોગ ખોરાકમાં નથી થતો, કારણ કે લોકો હજુ પણ તેના વિશે ઓછા જાગૃત છે. જોકે તેનો ઉપયોગ 5 સ્ટાર હોટલમાં થાય છે. અજય કહે છે કે તે ઈચ્છે છે કે તે સામાન્ય લોકો માટે સુલભ હોય.
માઈક્રોગ્રીન્સ 80-100 ગ્રામના બોક્સમાં પેક કરીને વેચાય છે. જેની શરૂઆતની કિંમત 150 રૂપિયા સુધી છે. આમાં સૌથી સસ્તા સૂર્યમુખી, સફેદ મૂળા અને સરસવ છે. સૌથી મોંઘામાં આમળા, મકાઈ, બ્રોકોલી, લાલ કોબી, બીટનો સમાવેશ થાય છે, જેની કિંમત પ્રતિ બોક્સ 250 રૂપિયા છે.








