મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

રેસ્ટોરન્ટ ચાલ્યું નહીં, ઘર પણ વેચવું પડ્યું, હવે આ બિઝનેસમેન છે 1,000 કરોડની કંપનીનો માલિક

જીવનમાં ઘણા પ્રસંગો આવશે જ્યારે એવું લાગશે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે. પણ આવું થતું નથી.

રેસ્ટોરન્ટ ચાલ્યું નહીં, ઘર પણ વેચવું પડ્યું, હવે આ બિઝનેસમેન છે 1,000 કરોડની કંપનીનો માલિક

જીવનમાં ઘણા પ્રસંગો આવશે જ્યારે એવું લાગશે કે હવે બધું જ ખતમ થઈ ગયું છે. પણ આવું થતું નથી. ખરેખર, આ સમય તમારા જીવનને વધુ સારું બનાવવાનો છે. આનું જીવંત ઉદાહરણ આ ભારતીય ઉદ્યોગપતિ છે, જેમનું રેસ્ટોરન્ટ ખરાબ રીતે નિષ્ફળ ગયું અને પરિસ્થિતિ એવી બની કે તેમને પોતાનું ઘર વેચવું પડ્યું. પરંતુ આજે તેઓ ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. હા, આજે તમને એવા બિઝનેસ પર્સનની કહાની જણાવશું, જેની બ્રાન્ડની પ્રોડક્ટ લગભગ દરેક ભારતીય ઘરના ફ્રીજમાં જોવા મળે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આ વ્યક્તિ કરતી લાખો પેકેજની નોકરી, છતાં મન ન માન્યુ ને કોરોનામાં શરૂ કર્યો બિઝનેસ, હવે કરે છે અઢળક કમાણી

તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ વીબા ફૂડ્સના સ્થાપક વિરાજ બહલ છે. વિરાજ બહલ ટૂંક સમયમાં શાર્ક ટેન્ક ઈન્ડિયાની આ સીઝનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. વિરાજની અહીં સુધી પહોંચવાની સફર સરળ નહોતી. તે જીવનમાં ઘણી વાર નિષ્ફળ ગયો પણ તેણે હાર ન માની. રસપ્રદ વાત એ છે કે, તેમણે પોતાની કંપનીનું નામ તેમની માતા વિભા બહલના નામ પરથી "વીબા" રાખ્યું. તો અહીં જાણો વિરાજ બહલની સફળતાની કહાની...

તમે કામ ક્યાંથી શરૂ કર્યું?

વીબા ફૂડ્સની શરૂઆત વિરાજ બહલે 2013માં કરી હતી. જોકે, વ્યવસાયમાં તેનો રસ નાની ઉંમરે જ શરૂ થયો હતો. બાળપણમાં વિરાજ ઘણીવાર તેના પિતા રાજીવ બહલની ફેક્ટરીની મુલાકાત લેતો હતો, જેનાથી ફૂડ પ્રોસેસિંગ વિશેની તેની સમજમાં સુધારો થયો. તેમની પહેલી નોકરી આહાર દિલ્હી ટ્રેડ ફેરમાં ફન ફૂડ્સના સ્ટોલ પર હતી.

આમ તો વિરાજે મરીન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને તેને તેમાં નોકરી પણ મળી ગઈ. પણ છતાં વિરાજ ધંધો કરવા માંગતો હતો. પરંતુ તેમના પિતા રાજીવ બહલ ઇચ્છતા હતા કે વિરાજ વ્યવસાયિક દુનિયામાં પ્રવેશતા પહેલા આર્થિક રીતે સ્થિર બને.

વર્ષ 2002માં વિરાજે તેના પિતાની કંપની ફન ફૂડ્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું. રાજીવના નેતૃત્વ હેઠળ કંપનીનો વિકાસ થયો. પરંતુ 2008મા સંજોગો એવા બન્યા કે પરિવારે ફન ફૂડ્સ જર્મન બ્રાન્ડ ડૉ. ઓટકરને 110 કરોડ રૂપિયામાં વેચવું પડ્યું. વિરાજ આની વિરુદ્ધ હતો, પણ તેણે આ નિર્ણય સ્વીકારવો પડ્યો.

રેસ્ટોરન્ટ ખરાબ રીતે નિષ્ફળ ગયું

ફન ફૂડ્સ વેચ્યા પછી વિરાજે 2009માં "પોકેટ ફુલ" નામની રેસ્ટોરન્ટ ચેઇન શરૂ કરી. તેણે એકમાંથી 6 દુકાનો બનાવી. પરંતુ તેને નુકસાન થવા લાગ્યું અને આખરે 2013 સુધીમાં તેને બંધ કરવું પડ્યું. આ હારથી વિરાજ આર્થિક રીતે નબળો પડી ગયો.

બધું દાવ પર લગાવ્યું

વર્ષ 2013માં વિરાજે તેની પત્ની સાથે મળીને એક નવો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું, જેનું નામ વીબા ફૂડ્સ હતું. પૈસાની અછત હતી, તેથી તેણે ધંધો શરૂ કરવા માટે પોતાનું ઘર વેચી દીધું. વીબાની શરૂઆત રાજસ્થાનના નીમરાનાથી થઈ હતી અને ધીમે ધીમે તેને સમગ્ર વિશ્વમાં આગવી ઓળખાણ મળી.

વીબા ફૂડ્સે થોડા મહિનામાં જંગી નફો કર્યો છે અને કંપનીની આવક 2023-24માં 1,000 કરોડ સુધીની કમાણી થઈ છે. વીબા હજુ સુધી સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ નથી, પરંતુ વિરાજ કંપનીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે અને તેને રોકાણકારોનો ટેકો પણ છે.

આ સમાચાર શેર કરો