મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

નાતાલની રજાના મૂડમાં અને મજબૂત સંકેતોના અભાવે ભારતીય શેરબજારો ઘટાડે બંધ રહ્યા

સકારાત્મક શરૂઆત છતાં સ્થાનિક શેરબજારો મંગળવારે (24 ડિસેમ્બર) લાલ નિ

નાતાલની રજાના મૂડમાં અને મજબૂત સંકેતોના અભાવે ભારતીય શેરબજારો ઘટાડે બંધ રહ્યા

સકારાત્મક શરૂઆત છતાં સ્થાનિક શેરબજારો મંગળવારે (24 ડિસેમ્બર) લાલ નિશાનમાં બંધ થયા હતા. બજાર લાલ અને લીલી રેખાઓ વચ્ચે ઝૂલતું રહ્યું કારણ કે કોઈ મજબૂત ટ્રિગર પોઈન્ટ મળ્યો ન હતો. આઈટી અને મેટલ શેરોમાં ઘટાડાએ બજારને નીચે તરફ ખેંચ્યું હતું.

આ પણ વાંચો: નવા વર્ષ પહેલાં ગુજરાત સરકારની જનતાને ભેટ, વીજ ફ્યુલ સરચાર્જમાં કર્યો ઘટાડો

કારોબારીઓના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ ઘટી રહી છે. આવી સ્થિતિમાં, કોઈ મુખ્ય ટ્રિગર પોઈન્ટ ન હોવાને કારણે, બજારની મૂવમેન્ટ સુસ્ત અથવા લગભગ ફ્લેટ રહી શકે છે. તે જ સમયે, નાતાલના તહેવારને કારણે, 25 ડિસેમ્બર, બુધવારે સ્ટોક એક્સચેન્જ બંધ રહેશે.

બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે 167 પોઈન્ટના વધારા સાથે 78,707.37ના સ્તર પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે માર્ક સુધી ચઢી ગયો હતો. અંતે, સેન્સેક્સ 67.30 પોઈન્ટ અથવા 0.09% ઘટીને 78,472.87 પર બંધ થયો.

એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) નો નિફ્ટી-50 પણ 25.80 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 23,727.65 પર બંધ રહ્યો હતો. નિફ્ટીની 50 કંપનીઓમાંથી 28ના શેર લાલ નિશાનમાં જ્યારે 22ના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા.

આ પણ વાંચો: હવે આ સેક્ટરમાં અદાણીની ધમાકેદાર એન્ટ્રી, 400 કરોડમાં થઇ સમગ્ર ડીલ

ટોપ લૂઝર્સ

પાવર ગ્રીડના શેર સૌથી વધુ ઘટાડા સાથે બંધ થયા છે. આ સિવાય એસબીઆઈ, ઈન્ફોસિસ, ટાઈટન, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક, અલ્ટ્રા સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, મારુતિ, ટેક મહિન્દ્રાના શેરમાં મુખ્યત્વે ઘટાડો નોંધાયો હતો.

ટોપ ગેઇનર્સ

સેન્સેક્સની કંપનીઓમાં તાતા મોટર્સના શેરો સૌથી વધારે વધીને બંધ રહ્યા હતાં. આઇટીસી, નેસ્લે ઇન્ડિયા, એનટીપીસી. ટીસીએસ, ઝોમેટો, એક્સિસ બેન્ક, મહીન્દ્રા એન્ડ મહીન્દ્રા, કોટક બેન્ક, સન ફાર્મા, એશિયન પેઇન્ટ્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેર લીલા નિશાનમાં બંધ રહ્યા હતાં, 

સોમવારે બજારની ચાલ કેવી હતી

છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી 50 એ તેમની પાંચ દિવસની ખોટનો દોર તોડીને લીલા રંગમાં બંધ થયો હતો. 30 શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ 0.64 ટકા અથવા 498.58 પોઈન્ટ વધીને 78,540.17 પર બંધ થયો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી 50 0.95 ટકા અથવા 165 પોઈન્ટ વધીને 23,753.45 પર બંધ થયો હતો.

આ પણ વાંચો: શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે, IPOમાં થઇ રહ્યું છે સૌથી વધુ રોકાણ

આ સમાચાર શેર કરો