મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

નવા વર્ષ પહેલાં ગુજરાત સરકારની જનતાને ભેટ, વીજ ફ્યુલ સરચાર્જમાં કર્યો ઘટાડો

ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યન

નવા વર્ષ પહેલાં ગુજરાત સરકારની જનતાને ભેટ, વીજ ફ્યુલ સરચાર્જમાં કર્યો ઘટાડો

ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કર્યો છે. ઓકટોબરથી ડીસેમ્બર 2024ના ગાળામાં આ ફ્યુલ સરચાર્જનો દર રૂ. 2.85 થી ઘટાડીને રૂ. 2.45 પ્રતિ યુનિટના દરની વસુલાત કરવામાં આવશે.

ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડીસેમ્બર 2024 દરમિયાન કરેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ 1120 કરોડનો લાભ થશે. 

આ પણ વાંચો: હવે આ સેક્ટરમાં અદાણીની ધમાકેદાર એન્ટ્રી, 400 કરોડમાં થઇ સમગ્ર ડીલ

વધુમાં, જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત ફયુલ સરચાર્જના ઘટાડાને કારણે અંદાજે રૂ 46 ની માસિક બચત થશે.

લોકસભા ચૂંટણી પહેલાં 50 પૈસાનો કર્યો હતો ઘટાડો

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો હતો. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂપિયા 3.35 પ્રતિ યુનિટનો ફ્યુલ સરચાર્જ (FPPPA)ની વસૂલાતો હતો. જોકે ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં 50 પૈસાનો ઘટાડો કરાયો હતો.

આ સમાચાર શેર કરો