Business news: આગામી સપ્તાહે કેવું રહેશે માર્કેટ? કોમોડિટી અને તેજી અંગેની આગાહી વાંચો
Astro Businessડૉ. હેમિલ લાઠિયાજ્યોતિષાચાર્ય મંગળવાર, તા. 21-10- 2025

Astro Business
ડૉ. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય
મંગળવાર, તા. 21-10- 2025,
શેરબજારમાં રજા
બુધવાર, તા. 12-10-2025,
શેરબજારમાં રજા
ગુરૂવાર, તા. 23-10-2025, વિશાખા નક્ષત્ર તુલા રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં મંદી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 1 થી 2 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. ફૂડ, ડેરી, મેનેજમેન્ટ અને પીએસયુ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા હળદર, મકાઇ, સરસવ અને સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.
શુક્રવાર, તા. 24-10-2025, અનુરાધા નક્ષત્ર, વૃશ્ચિક રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 11 થી 12 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે.એન્ટરટેઇનમેનટ, એફએમસીજી અને કેમિકલ્સ સેક્ટરના શેરો પ્રભાવિત થવાની શક્યતા છે. મેટલમાં સિલ્વર પ્રભાવિત થવાની ધારણા છે. એગ્રી કોમોડિટીમા તલ, જીરા, મગફળી અને સોયાબીન પ્રભાવિત થવાની શક્યતા છે.
સોમવાર, તા. 27-10- 2025, મૂળ નક્ષત્ર. ધન રાશિ
બજારના ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરેના આધારે જ્યોતિષની ગણતરી પ્રમાણે શેરબજારમાં તેજી તરફી વાતાવરણ રહેવાની શક્યતા છે. બજાર સમય 10 થી 11 દરમિયાન મૂવમેન્ટ નકારાત્મક થવાની કે ધીમી પડવાની શક્યતા છે. એગ્રો, માઇન, શિપિંગ અને લોજિસ્ટિક સેક્ટરના શેરો પ્રભાવિત થવાની ધારણા છે. મેટલમાં ગોલ્ડ અને સિલ્વર પ્રભાવિત થશે. એગ્રી કોમોડિટીમાં એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ અને ખોળ પ્રભાવિત થવાની ધારણા છે.
ડો. હેમિલ લાઠિયા
જ્યોતિષાચાર્ય








