Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Diwali Bank Holidays: Know how many days banks will be closed during Diwali festivals

 Diwali Bank Holidays: દિવાળીના તહેવારોમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે? જાણો આખું લિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 18 Oct 2025
લાઇવ ટીવીGoogle News
 Diwali Bank Holidays: દિવાળીના તહેવારોમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે? જાણો આખું લિસ્ટ
સોર્સ : GSTV

Diwali Bank Holidays: દિવાળી, બેસતું વર્ષના તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે દેશમાં તેની રોનક જામતી જાય છે. ભગવાન શ્રીરામના સ્વાગત માટે લોકો પોતાના ઘર, દુકાનો, ઓફિસની સાફ-સફાઈ કરવામાં વ્યસ્ત છે. દેશના સૌથી મોટા પર્વ દિવાળી માટે જુદાજુદા રાજ્યોમાં બેંકોમાં ઘણા દિવસ સુધી રજા રહેશે. તહેવાર સાથે સંકળાયેલી માન્યતાઓને ધ્યાનમાં રાખી જુદાજુદા ક્ષેત્રોમાં અલગ-અલગ તારીખો પર બેંક બંધ રહેશે. અમે તમને દિવાળી દરમ્યાન રજાઓની જાણકારી આપીએ છીએ.

App Store

દિવાળી પર કેટલા દિવસ બેંક બંધ રહેશે
મિનિ વેકેશનની દ્રષ્ટિએ ઑક્ટોબરમાં બેંકોમાં સૌથી વધુ રજાઓ હોય છે. 19 ઑક્ટોબરના રોજ રવિવારે દેશની બેંકો બંધ રહેશે. જે બાદ 20 ઑક્ટોબર મહારાષ્ટ્ર, ઓડિશા, સિક્કિમ, મણિપુર, જમ્મુ-કાશ્મીર અને બિહારને છોડીને આખા દેશની તમામ બેંકો દિવાળી, નરક ચતુર્દશી અને મહાકાળી પૂજાના તહેવારને લીધે બંધ રહેશે. 21 ઑક્ટોબરે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, મણિપુર, જમ્મુ-કાશ્મીરની તમામ બેંક દિવાળી, અમાસ, લક્ષ્મી પૂજન, દીપાવલી, ગોવર્ધન પૂજા, બેસતા વર્ષે બંધ રહેશે.

22 અને 23 ઓક્ટોબરે બેંકો પણ બંધ રહેશે
22 ઓક્ટોબરે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરાખંડ, સિક્કિમ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં દિવાળી (બાલીપ્રતિપદ), વિક્રમ સંવત નવું વર્ષ, ગોવર્ધન પૂજા અને લક્ષ્મી પૂજા નિમિત્તે બધી બેંકો બંધ રહેશે. આ પછી, ૨૩ ઓક્ટોબરે ગુજરાત, સિક્કિમ, મણિપુર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં ભાઈબીજ, ચિત્રગુપ્ત જયંતી, લક્ષ્મી પૂજા (દિવાળી), ભાત્રી દ્વિતીયા અને નિંગોલ ચકોબા નિમિત્તે બધી બેંકો બંધ રહેશે. સિક્કિમમાં, 21, 22 અને 23 ઓક્ટોબરે વિવિધ તહેવારોને કારણે બધી બેંકો બંધ રહેશે.

ઓક્ટોબરમાં વિવિધ રાજ્યોમાં કુલ 21 બેંક રજાઓ

ઓક્ટોબરના સંદર્ભમાં, દેશભરના વિવિધ રાજ્યોમાં કુલ 21 બેંક રજાઓ છે. ઓક્ટોબર 2025માં, 4 રવિવાર અને 2 શનિવાર છે, ઉપરાંત વિવિધ સ્થાનિક તહેવારો માટે 15 રજાઓ છે.