Gandhinagar news: CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીઓની પ્રથમ કેબિનેટ બેઠક, મંત્રીઓના ખાતા અંગે મ્હોર મરાઈ

Gandhinagar news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ગુજરાત મંત્રીમંડળની શપથવિધિ આજે(17 ઓક્ટોબર) પૂર્ણ થતાં જ હવે રાજ્યનું રાજકારણ ખાતાઓની ફાળવણી પર કેન્દ્રિત થયું છે. આજે નવા મંત્રીમંડળ માટે 26 મંત્રીના નામ જાહેર થઈ ગયા હતા. ત્યાર પછી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહમાં કુલ 21 મંત્રીએ શપથ લીધા છે. ત્યારબાદ હવે ખાતા ફાળવણીની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ઋષિકેશ પટેલ (વિસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) અને કનુ દેસાઈ (પારડી)એ શપથ લીધા ન હતા કારણ કે, તેમનો મંત્રીપદનો દરજ્જો યથાવત્ રાખવાનું નક્કી હતું. જણાવી દઈએ કે, હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી તરીકે બઢતી આપવામાં આવતાં હવે ગૃહ, નાણાં, શિક્ષણ, ઉદ્યોગ અને શહેરી વિકાસ જેવા મહત્ત્વના વિભાગોમાં મોટા ફેરફારો નિશ્ચિત બન્યા છે. જણાવી દઈએ કે, નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત કેબિનેટ કક્ષાના 8, રાજ્ય કક્ષાના (સ્વતંત્ર હવાલો) 3 અને રાજ્ય કક્ષાના 13 મંત્રીનો સમાવેશ થાય છે.
ગુજરાતના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક
ગુજરાતના નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવશે. બીજી તરફ ગુજરાત સચિવાલયમાં રાજકીય ફેરફારની શરૂઆત થઈ ચૂકી છે. હાલ મંત્રીઓની નેમ પ્લેટ બદલાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં કુંવરજી બાવળિયા અને કનુ દેસાઈની નેમ પ્લેટ હટાવાઈ હોવાની માહિતી મળી રહી છે. ખાતા ફાળવણી બાદ નવી નેમ પ્લેટ લગાવવામાં આવશે.
ગુજરાતનું નવું મંત્રીમંડળ
મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ
નાયબ મુખ્યમંત્રી
હર્ષ સંઘવી
કેબિનેટ મંત્રી
ઋષિકેશ પટેલ
જીતુ વાઘાણી
કુંવરજી બાવળિયા
કનુ દેસાઈ
નરેશ પટેલ
અર્જુન મોઢવાડિયા
ડૉ. પ્રદ્યુમ્ન વાજા
રમણ સોલંકી
રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
ઈશ્વર પટેલ
પ્રફુલ પાનસેરિયા
મનીષા વકીલ
રાજ્ય કક્ષાના મંત્રી
પરસોત્તમ સોલંકી
કાંતિલાલ અમૃતિયા
રમેશ કટારા
દર્શના વાઘેલા
કૌશિક વેકરિયા
પ્રવીણ માળી
જયરામ ગામિત
ત્રિકમ છાંગા
કમલેશ પટેલ
સંજયસિંહ મહિડા
પી.સી. બરંડા
સ્વરૂપજી ઠાકોર
રીવાબા જાડેજા

