VIDEO: બળવંતસિંહ રાજપૂતને મંત્રીપદ ન મળતા સિદ્ધપુરવાસીઓએ ફટાકડા ફોડી કરી ઉજવણી, જાણો લોકો કેમ હતા નારાજ
Patan news: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ફરી એક નવા મંત્રી મંડળ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની ટીમના 26 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. આ દરમ્યાન જૂના નવ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. કેટલાક મંત્રીઓને વિવાદ નડયો જેથી તેઓને છોડી દેવામાં આવ્યા હતા. જો કે સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતને નવા મંત્રીમંડળમાં સ્થાન મળતા સિદ્ધપુરમાં યુવાનોએ ફટાકડા ફોડી ખુશી દર્શાવી છે. હીરાબા સરોવરમાં કેટલાક યુવકોએ ફટાકડા ફોડી પોતાનો આનંદ દર્શાવતો વિડિયો વાયરલ કર્યો છે. જો કે, હીરાબા સરોવરના નામકરણને લીધે વિવાદ થયો હતો. જે સિદ્ધપુરની પ્રજાનો વિરોધ વચ્ચે નામકરણ થયું હતું.
બળવંતસિંહ રાજપૂત વર્ષ-2022ની વિધાનસભા ચૂંટણીમાં પાટણ જિલ્લાની સિદ્ધપુર વિધાનસભા બેઠક જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેમને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી બનવાની તક મળી હતી. બલવંત સિંહ રાજપૂતે કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરને હરાવ્યા હતા. બલવંતસિંહ રાજપૂત ઉદ્યોગ મંત્રી તરીકે સેવા આપતા હતા. ઉલ્લેખનીય છે કે, ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના પ્રથમ પ્રવાસે પીએમ મોદી ગુજરાત આવ્યા હતા ત્યારે સમય કાઢી વડાપ્રધાન મોદી બળવંતસિંહ રાજપૂતના દીકરાના લગ્નમાં સામેલ થયા હતા.
ગુજરાતના સૌથી ધનિક ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત
બળવંતસિંહ રાજપૂત ગુજરાતના સૌથી ધનવાન ધારાસભ્ય છે. તેમણે વર્ષ-2022ની ચૂંટણીમાં રૂપિયા 447 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. આમાં રૂપિયા 266 કરોડથી વધુની સ્થાવર સંપત્તિ અને રૂપિયા 102 કરોડથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. ભાજપમાં જોડાતા પહેલા તેઓ કોંગ્રેસ પક્ષના સભ્ય હતા. તેઓ મધ્યપ્રદેશના ભોપાલમાંથી ગ્રેજ્યુએટ થયા હતા.
તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ ધરાવતા હતા. જેમાં ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ અને શ્રમ અને રોજગાર જેવા વિભાગોનો સમાવેશ થતો હતો. વર્ષ-2017માં રાજ્યસભાની ચૂંટણી પછી તેઓ ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય અને મંત્રી હોવા છતાં, બળવંતસિંહ રાજપૂત ગુજરાત સરકાર પાસેથી એક પણ રૂપિયો લેતા નહોતા. તેઓ ચેરિટેબલ હોસ્પિટલો, શાળાઓ, કૉલેજો, યુનિવર્સિટીઓ, ટિફિન સેવા અને અંતિમધામ જેવા પ્રોજેક્ટ્સ સહિત સામાજિક સેવામાં કરોડો રૂપિયા ખર્ચ કરે છે. બળવંતસિંહ રાજપૂત શરૂઆતમાં પાનની દુકાન ધરાવતા હતા.

