Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Valsad news: Heavy rain in South Gujarat, 2 people died due to lightning strike in Vapi

Valsad news: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વાપીમાં વીજળી ત્રાટકતા 2 લોકોનાં મોત

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Valsad news: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, વાપીમાં વીજળી ત્રાટકતા 2 લોકોનાં મોત
સોર્સ : GSTV

Valsad news: રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે, ત્યારે આજે ગુરુવારે (16 ઑક્ટોબર) વલસાડ, વાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં વાપીમાં વીજળી પડતા 2 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજપોલી ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે.

App Store

વાપીમાં વીજળી પડતા બે લોકોનાં મોત
દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના કરમખલ ગામે આકાશી વીજળી પડતા બે મહિલાઓનાં મોત થયા છે. કરમખલ ગામના ખાડી ફળિયા પાસે લાકડાં લેવા ગયેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી. જેમાં બે મહિલાઓનાં મોત થયા છે, જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે.

વલસાડ જિલ્લામાં આજે (16 ઓક્ટોબર) ધરમપુર, વાંકલ, ઓજર, નવેરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પવન અને વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. ધરાશાયી થયેલા વૃક્ષ વીજળીના તાર પર પડતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. 

દક્ષિણ ગુજરાતમાં તોફાન સાથે વરસાદ, વાપીમાં વીજળી પડતા 2ના મોત, વૃક્ષો-વીજપોલ ધરાશાયી 2 - image

દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ વરસાદ
દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા
આજે બપોર બાદ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઇ, આહવા વિસ્તારમાં વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કારણ કે, ખેતરમાં હવે પાકની લણણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલને લીધે પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે.