VIDEO: Diwali પર્વ પહેલા અમદાવાદના ગાંધી રોડ પર ઈલેકટ્રિક બજારમાં ખરીદીનો માહોલ જામ્યો
સોર્સ : GSTV
VIDEO: દિવાળી, બેસતું વર્ષ સહિતના તહેવારો નજીક છે, ત્યારે ઈલેકટ્રિક બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરના ગાંધી રોડનું ઈલેકટ્રિક માર્કેટ ખરીદી માટે જાણીતું છે. વર્તમાન સમયમાં ઓનલાઇનનો ટ્રેન્ડ જોવા મળે છે, ત્યારે ઇલેકટ્રિક માર્કેટમાં પણ તેની અસર જોવા મળે છે.
અગાઉના વર્ષો કરતાં ખરીદી પર થોડી અસર જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી સારી એવી ઘરાકી જોવા મળી રહી છે. જીએસટીના ઘટાડાને કારણે કિંમતોમાં પણ થોડો ઘટાડો થતાં ઘરાકી નીકળી છે. એક સમય હતો જ્યારે ઇલેક્ટ્રિક બજારમાં ચાઈનીઝ પ્રોડક્ટની બોલબાલા હતી પરંતુ હવે આત્મનિર્ભર ભારતને કારણે ઘણી એવી પ્રોડક્ટમાં ઈન્ડિયન બનાવટ જોવા મળી રહી છે. ભારતીય પ્રોડક્ટ પણ માર્કેટમાં આવી છે. ઓનલાઇન ટ્રેન્ડ હોવા છતાં વેપારીઓને આશા છે કે, દિવાળી સુધીમાં વધુ સારી ઘરાકી નીકળશે.

