Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Torrential rain lashed these districts of South Gujarat, heavy rain forecast for Diwali as well

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, દિવાળીમાં પણ વરસાદની ભારે આગાહી 

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો, દિવાળીમાં પણ વરસાદની ભારે આગાહી 
સોર્સ : GSTV

Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. તેવામાં આજે ગુરુવારે (16 ઑક્ટોબર) દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો છે. 

App Store

દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદ
દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ થયો છે. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ચિંતા
આજે બપોર બાદ ડાંગ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાપુતારા સહિત તળેટી વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઇ, આહવા વિસ્તારમાં વરસાદને લીધે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કારણ કે, ખેતરમાં હવે પાકની લણણી કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલને લીધે પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. 

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 2 - image

દિવાળી-બેસતું વર્ષના દિવસે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 20, 21 અને 22 ઑક્ટોબર, 2025 એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.