VIDEO: દિવાળીના તહેવારોને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ સજ્જ
VIDEO: દિવાળીના તહેવારો આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તૈયાર છે. દિવાળી દરમ્યાન ફટાકડાથી દાઝી જવાના બનાવો વધુ બનતા હોય છે. જેથી દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી તેમજ બર્ન્સ વોર્ડ 24 કલાક માટે ચાલુ રાખવામાં આવશે. જેથી દાઝેલા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે. આ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 40થી વધુ બેડ તૈયાર કરવામાં આવ્યા છે. તબીબ તેમજ નર્સિંગ સ્ટાફને સૂચનાઓ આપવામાં આવી છે. જરૂર પડે તો સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવશે. જેથી કરીને દાઝેલા, ગંભીર કે અન્ય દર્દીઓને પૂરતી સારવાર મળી રહે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ દિવાળીના તહેવાર માટે દર્દીઓને સારવાર માટે તૈયાર છે. રાજકોટ સિવિલના આરએમઓના જણાવ્યા પ્રમાણે દિવાળીના તહેવારોમાં ફટાકડાના દાઝવા તેમજ શ્વાસના અને અન્ય દર્દીઓમાં વધારો થતો હોય છે. જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 40 બેડ દર્દીઓ માટે તૈયાર રખાઈ છે. તહેવારો હોવા છતાં સ્ટાફ સારવાર માટે સ્ટેન્ડ બાય મોડ પર રખાશે. જેથી કરીને દર્દીને પૂરતી અને યોગ્ય સારવાર મળી રહે.

