Dhanteras: સોના-ચાંદીની કિંમત ટોચ પર છતાં બજારમાં ભારે ખરીદીનો માહોલ, જાણો આજનો નવો ભાવ

Dhanteras: આખા દેશમાં આજે ધામધૂમથી ધનતેરસ પર્વની ઉજવણી થઈ રહી છે. દેશમાં જવેલરી સ્ટોર્સ પર ધૂમ ખરીદી માટે ગ્રાહકોની ભારી ભીડ ઉમટી ચુકી છે. જો કે, સોનાની અધધ કિંમતોને લીધે ગ્રાહકો થોડા નિરાશ છે. આજે શનિવારે 18 ઑક્ટોબકે સોનાનો ભાવ 1.31 લાખ રૂપિયાના પાર છે, પરંતુ આમ છતાં લોકોમાં ધનતેરસના શુભ દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે ઘેલછા યથાવત્ છે. દેશના મુખ્ય શહેરો, દિલ્હી, મુંબઈ, કોલકાતા, અમદાવાદ સહિતના શહેરમાં સોના અને ચાંદીના દાગીના ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો હોંશે-હોંશે સોના-ચાંદીની ખરીદતા જોવા મળ્યાં હતા.
મુંબઈના ઝવેરી બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો
આજે ધનતેરસના શુભ પ્રસંગે, સોનાનો ભાવ આશરે રૂપિયા 4,000 ઘટીને રૂપિયા 1.35 લાખથી રૂપિયા 1.31 લાખ પ્રતિ 10 ગ્રામ થયો છે. ચાંદીના ભાવ પણ આશરે રૂપિયા 30,000 ઘટીને રૂપિયા 1.65 લાખ પ્રતિ કિલો થયા છે. ભાવ ઘટાડાનો સંપૂર્ણ લાભ લેવા માટે, સોના અને ચાંદીની દુકાનોમાં ખરીદીનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો કહે છે કે તેઓ રોકાણ કરી રહ્યા છે. ખરીદદારોએ કહ્યું કે તેઓ આજે ધનતેરસના શુભ સંકેત તરીકે ખરીદી કરે છે જેથી તેમના પરિવારો અને વ્યવસાયો આખા વર્ષ દરમિયાન સમૃદ્ધિ રહેતી હોય છે.
દેશમાં 45 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની આશા
માર્કેટમાં સોના તેમજ ચાંદીના સિક્કા, બિસ્કિટ ઉપરાંત દાગીનાની પણ લોકો ખરીદી કરી રહ્યા છે. આ વખતે યુવાનો સોનામાં વધુ રસ લેતા જોવા મળ્યા છે. Gen Z પણ રોકાણ તરીકે સોનાની ખરીદી કરી રહ્યા છે. માર્કેટના જાણકારો અનુસાર, આજે દેશમાં 45 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની શક્યતા છે. જ્યારે મહારાષ્ટ્ર મુંબઈમાં 20થી 22 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે શનિવાર 18 ઑક્ટોબરે સોનાના ભાવમાં તેજી નોંધાઈ છે. 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 13,278 પ્રતિ ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 12,171 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાની કિંમત રૂપિયા 9,959 પ્રતિ ગ્રામ છે.

