WhatsApp લાવ્યું ફોટા અને વીડિયો માટે ફીચર, યુઝર્સને મળશે આ સુવિધા

WhatsApp યુઝર્સને ઇકોસિસ્ટમમાં વધુ સારી ઍક્સેસ આપવા માટે, કંપની Mac એપ માટે મીડિયા હબ સુવિધા ઓફર કરી રહી છે. WABetaInfoએ X પર આ સુવિધાનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.
થોડા મહિના પહેલા, WABetaInfoએ અહેવાલ આપ્યો હતો કે WhatsApp એક એવી સુવિધા પર કામ કરી રહ્યું છે, જેનાથી યુઝર્સ પોતાની રિસેંટ મીડિયા ફાઇલો બ્રાઉઝ કરી શકશે. આ નવી સુવિધા માટે એક સમર્પિત મીડિયા હબ મળસે, જે યુઝર્સને ચેટમાં શેર કરેલી બધી સામગ્રીને એક જ, કેન્દ્રિય સ્થાન પર સરળતાથી જોઈ અને મેનેજ કરવાની મંજૂરી આપશે.
વેબ ક્લાયંટના સાઇડબારમાં એક નવા એન્ટ્રી પોઈન્ટ દ્વારા, આ હબ યુઝર્સને તેમની વાતચીતમાં શેર કરેલા બધા ફોટા, વિડિઓઝ, GIF, દસ્તાવેજો અને લિંક્સ બ્રાઉઝ કરવાની મંજૂરી આપશે. આ માટે યુઝર્સને વ્યક્તિગત ચેટ ખોલવાની જરૂર રહેશે નહીં. કંપની મર્યાદિત સંખ્યામાં યુઝર્સ સાથે આ નવા મીડિયા હબ સુવિધાનું ટેસ્ટિંગ શરૂ કરી ચૂકી છે.
WABetaInfoએ સ્ક્રીનશોટ શેર કર્યો
રિપોર્ટ અનુસાર, આ સુવિધા હાલમાં ફક્ત કેટલાક વેબ ક્લાયન્ટ્સ માટે જ ઉપલબ્ધ છે. યુઝર્સને WhatsApp ઇકોસિસ્ટમમાં વધુ સારી ઍક્સેસ આપવા માટે, કંપની Mac એપ માટે પણ આ સુવિધા આપી રહી છે. WABetaInfoએ X પર આ સુવિધાનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો.
લેટેસ્ટ મીડિયાનો એક ક્લીન અને ઓર્ગેનાઈઝ્ડ વ્યૂ
મીડિયા હબ ઇન્ટરફેસ તમારી ચેટ્સમાં શેર કરાયેલા તમામ લેટેસ્ટ મીડિયાનો ક્લીન અને ઓર્ગેનાઈઝ્ડ વ્યૂ ઓફર કરે છે. જો કે, આ સુવિધા ફક્ત ફોટા અને વિડિઓઝ ડિસ્પ્લે કરવા સુધી મર્યાદિત નથી. રિપોર્ટ અનુસાર, યુઝર્સ તેમની વાતચીતમાં શેર કરેલી બધી લિંક્સ અને દસ્તાવેજો પણ બ્રાઉઝ કરી શકે છે. આનાથી અનેક ચેટ્સમાંથી સ્ક્રોલ કર્યા વિના તમારા માટે જોઈતી ફાઇલો શોધવાનું સરળ બને છે.
નોંધનીય છે કે, હબ ફક્ત લેટેસ્ટ મીડિયા સામગ્રી ડિસ્પ્લે કરે છે, તે સૌથી સચોટ અને અપ-ટુ-ડેટ ફાઇલોની ઝડપી ઍક્સેસ ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

