લોન્ચ થઈ ગઈ Toyota Taisor, કિંમત 7.74 લાખ રૂપિયાથી શરૂ, જાણો સંપૂર્ણ સ્પેસિફિકેશન
મારૂતિ સુઝુકી અને ટોયોટા વચ્ચેની પાર્ટનરશિપ હેઠળ બીજી નવી કાર લોન્ચ કરવામાં આવી છે, જ

મારૂતિ સુઝુકી અને ટોયોટા વચ્ચેની પાર્ટનરશિપ હેઠળ બીજી નવી કાર લોન્ચ કરવામાં આવી છે, જેનું નામ Toyota Taisor છે. Taisor વાસ્તવમાં મારૂતિ ફ્રોંક્સનું ટોયોટા વર્ઝન છે. તેનું બેઝિક બોડી સ્ટ્રક્ચર, ફીચર્સ અને એન્જિન ફ્રોંક્સથી મળતું આવે છે. ભારતીય બજારમાં તેની કોમ્પિટિશન ટાટા પંચ, હ્યુંડાઈ એક્ટર, રેનો કાઇગર અને નિસાન મેગ્નાઇટ જેવી કાર સાથે હશે.
હાલમાં, તે ટોયોટાના પોર્ટફોલિયોમાં સૌથી નાની અને સૌથી વધુ પોસાય તેવી એસયુવી કાર છે. કારને ફ્રોંક્સ કરતા અલગ દેખાડવા માટે તેમાં કેટલાક કોસ્મેટિક અપડેટ કરવામાં આવ્યા છે. આ કાર પેટ્રોલ અને CNG બંને ફ્યુઅલ ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આગળ જાણો આ SUVની સંપૂર્ણ વિગતો...
Toyota Taisorની ડિઝાઇન
કારના 90 ટકા પાર્ટ્સ ફ્રોંક્સ જેવા છે. બમ્પર અને ફ્રન્ટ ગ્રિલ પર થોડો ફેરફાર જોઈ શકાય છે. કારની સાઈડ પ્રોફાઈલ ફ્રોંક્સ જેવી જ છે. પાછળના ભાગમાં રિ-ડિઝાઇન કરેલા ટેલ-લેમ્પ્સ આપવામાં આવ્યા છે અને લાઇટ બાર આખી પહોળાઈમાં ફેલાયેલી છે. Taisorને કુલ 5 કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે - જેમાં વ્હાઇટ, સિલ્વર, રેડ, ઓરેન્જ અને ગ્રે શેડનો સમાવેશ થાય છે. Toyota Urban Cruiser Taisor પાસે આકર્ષક ફ્રન્ટ ગ્રિલ, બહારની તરફ ક્રોમ હાઇલાઇટ્સ અને પાછળના ભાગમાં LED લેમ્પ્સ છે. તેમાં ફ્રોંક્સથી અલગ સ્ટાઈલના 16 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.
Toyota Taisorની વિશેષતાઓ
કારની અંદર ડ્યુઅલ ટોન બ્લેક-બ્રાઉન સીટ ઉપલબ્ધ છે. સ્માર્ટવોચ કનેક્ટિવિટી, વાયરલેસ ચાર્જર, ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, 9 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન, વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, ટર્ન નેવિગેશન સાથે હેડ-અપ ડિસ્પ્લે અને વાયરલેસ ચાર્જર જેવા કેટલાક પ્રીમિયમ ફીચર્સ પણ જોઈ શકાય છે. વધુ સારી સુરક્ષા માટે, 360-ડિગ્રી કેમેરા, 6 એરબેગ્સ, EBD સાથે ABS, હિલ હોલ્ડ આસિસ્ટ, ISOFIX ચાઈલ્ડ સીટ અને ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.
Toyota Taisorનું એન્જિન
Toyota Taisorમાં કસ્ટમર્સ પાસે બે એન્જિનમાંથી કોઈ એક પસંદગી કરવાનો વિકલ્પ હશે. આમાંથી એક 1.0 લિટરનો ટર્બો પેટ્રોલ અને બીજું 1.2 લિટર પેટ્રોલ એન્જિન હશે. પેટ્રોલ ઉપરાંત CNGનો વિકલ્પ પણ મળે છે. 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન 89bhp પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે, 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ ઉપલબ્ધ છે. બીજું 1.0 લિટર, 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે, જે 5-સ્પીડ મેન્યુઅલ, 5-સ્પીડ ઓટોમેટિક અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. 1.2 લિટર એન્જિન સાથે CNG ફ્યુઅલ ઓપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.
Toyota Taisorની કિંમત
Toyota Urban Cruiser Taisorની કિંમત 7.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 13.04 લાખ રૂપિયા સુધી જાય છે. તેના CNG વેરિઅન્ટની કિંમત 8.72 લાખ રૂપિયા છે. આ તમામ કિંમતો એક્સ-શોરૂમ મુજબ છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય બજારમાં ટોયોટાની લાઇનઅપમાં કુલ 12 કાર છે. તેમાં ગ્લાન્ઝા, અર્બન ક્રુઝર ટેઝર, રુમિયન, અર્બન ક્રુઝર હાઇરાઇડર, ઇનોવા ક્રિસ્ટા, ઇનોવા હાઇક્રોસ, ફોર્ચ્યુનર, હિલક્સ, લિજેન્ડર, કેમરી, વેલફાયર અને લેન્ડ ક્રુઝરનો સમાવેશ થાય છે.








